રાજપીપળા : નર્મદા જિલ્લાના રાજપીપળા પાસે આવેલ જીયોરપાટી ગામ ખાતે 6 વર્ષિય માસુમ બાળકી સાથે બદકામ કરનાર જીયોરપાટીના નરાધમને રાજપીપળાની નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ની અદાલતે આ ગુના માં 20 વર્ષ ની સજા ફટકારી હોવાનું જાણવા મળ્યું છે.
રાજપીપળા કોર્ટ માં ચાલેલા કેસના આરોપી ઝાકીરશા ઉર્ફે જાકો ગુલુશા ઉર્ફે ગુલાબશા દિવાન રહે. જીઓરપાર્ટી દુધડેરીવાળુ ફળીયુ, તા.નાંદોદ જી.નર્મદા એ સગીર વયની બાળકી જીયોરપાટી ગામે મહોલ્લામાં રોડ ઉપર બીજા બાળકો સાથે રમતી હોય હવસખોર આરોપી ઝાકીરશા ઉર્ફે જાકો ગુલાબશા દિવાનનો બીજા બાળક ને દુકાને મોકલી આ બાળકીને તેના ઘરે બોલાવી દરવાજો અંદરથી બંધ કરી શારીરિક અડપલાં કરી બળાત્કાર કરી ભાગી ગયો હતો,આ બનાવની જાણ બાળકીના પરિવારજનો ને થતાં પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જડજ એન.એસ. સીદ્દીકીની કોર્ટમાં ચાલી જતાં ફરીયાદી તરફથી જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલ નાઓએ પુરાવાઓ અને ધારદાર દલીલો રજૂ કરતા કોર્ટે પુરાવાઓને ધ્યાનમાં રાખી ઈ.પી.કો. કલમ–૩૭૬(એ)(બી) મુજબ ગુનેગાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદ અને રૂ.૫૦૦૦/– નો દંડ તેમજ પોકસો એકટ કલમ-૪ મુજબ ગુનેગાર ઠેરવી ૭ વર્ષની સખત કેદ અને રૂ.૫૦૦૦/– નો દંડ તેમજ પોકસો એકટ કલમ-૬ મુજબના ગુનામાં પણ ગુનેગાર ઠેરવી ૧૦ વર્ષની સખત કેદ અને રૂ.પ૦૦૦/– નો દંડની સજાનો હુકમ કર્યો છે આમ આ હવસખોર ને કુલ 20 વર્ષની સજા અને ભોગ બનનાર ને રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા નો હુકમ કર્યો છે.


