મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

નર્મદા જિલ્લાના તાલુકા/ગ્રામ કક્ષાનો ૨૪ મી મેએ અને જિલ્લાકક્ષાનો ૨૫ મી મેએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

સ્વાગત ફરિયાદ નિવારણમાં ભાગ લેવા જિલ્લાના અરજદારોને તેમની ફરિયાદો તારીખ ૧૨/૦૫/૨૦૨૩ સુધીમાં સંબંધિત અધિકારીશ્રીઓને મોકલી આપવા કરાયેલી અપીલ

નર્મદા જિલ્લાના તાલુકા/ગ્રામ કક્ષાનો ૨૪ મી મેએ અને જિલ્લાકક્ષાનો  ૨૫ મી મેએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

નર્મદા જિલ્લાના પ્રજાજનોની સુખાકારી માટે અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આગામી તા.૨૪/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૦૩૦ કલાકે નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકાઓનો તાલુકા સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ સંબંધિત તાલુકા  મામલતદારશ્રીઓની કચેરીમાં અને ગ્રામ્ય સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૦=૩૦ કલાકે સંબંધિત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રીની કચેરીમાં યોજાશે. જ્યારે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૧=૦૦ કલાકે કલેક્ટર કચેરીના
કોન્ફરન્સ હોલ ખાતે યોજાશે.

આ ફરિયાદ નિવારણમાં ભાગ લેવા માટે અરજદારોએ તા.૧૨/૦૫/૨૦૨૩ ના રોજ સાંજે ૬:૦૦ કલાક સુધીમાં તેમનું પુરૂ નામ, પુરૂ સરનામું અને  ટેલીફોન/મોબાઇલ નંબરની વિગતો સાથે તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે સંબંધિત મામલતદારશ્રીઓની કચેરીએ અને ગ્રામ્ય સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે સંબંધિત ગામના તલાટી-કમ-મંત્રીશ્રીની કચેરીએ અરજદારે પોતાની ફરિયાદ અરજી બે નકલમાં રજૂ કરવાની રહેશે. નામ વગરની કે અધુરી વિગતોવાળી અરજીઓ ફાઇલે કરવામાં આવશે.

વધુમાં, પોતાની વ્યકિતગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી ફરિયાદો તા.૧૨/૦૫/૨૦૨૩ સુધીમાં જે તે ખાતાના પ્રશ્નો અંગે સંબંધિત ખાતાના વડાને સુવાચ્ય અક્ષરે અરજી કરવાની રહેશે અને તેની બે નકલ સંબંધિત મામલતદાર કચેરી, ખાતે  તા.૧૨/૦૫/૨૦૨૩ સાંજના ૬=૦૦ કલાક સુધીમાં આપવાની રહેશે. ત્યારબાદ મળેલ અરજીઓ કાર્યક્રમમાં લેવામાં આવશે નહિં. 

કોર્ટને લગતી, નીતિ વિષયક અને કર્મચારીને લગતા તથા સેવા વિષયક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે નહી. એક અરજીમાં એક જ પ્રશ્નની રજૂઆત કરવાની રહેશે. એક કરતા વધુ પ્રશ્નો હોય તો પ્રશ્નવાર અને ખાતાવાર અલગ-અલગ અરજી કરવાની રહેશે. ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારે સૌ
પ્રથમ ખાતાને અરજી કરેલ હોય અને જે તે ખાતાના વિભાગ મારફતે કોઇ કાર્યવાહી ન થવા પામી હોય અથવા જે તે વિભાગ દ્વારા કોઇ પ્રત્યુતર મળેલ ન હોય તેવી અરજીઓ જ સ્વાગત કાર્યક્રમ હેઠળ કરવાની રહેશે. આ અરજી સાથે જિલ્લામાં જે કચેરીમાં અરજી પડતર છે તેમને કરેલી રજૂઆતની નકલ સાથે અરજી કરવાની રહેશે. અરજદારે આ કાર્યક્રમમાં રજૂ કરેલા પ્રશ્નો તાલુકાકક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા જ પ્રશ્નો રજૂ કરવાના રહેશે.

અરજી ઉપર તેમજ અરજી મોકલવાના કવર ઉપર “જિલ્લા/તાલુકા/ગ્રામકક્ષાનો સ્વાગત કાર્યક્રમ” સ્પષ્ટ રીતે લખવાનું રહેશે. સરકારી વિભાગોના જિલ્લાકક્ષાના સંબંધિત અધિકારીશ્રીઓએ કલેક્ટરશ્રીની ચેમ્બરમાં, કલેક્ટર કચેરી, નર્મદા ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે. અરજદારે પણ તે જ દિવસે સવારે ૧૦:૩૦ કલાકે દર્શાવેલ સંબંધિત સ્થળે પોતાના પ્રશ્નો અંગેના આધાર-પુરાવા સહિત હાજર રહેવા નિવાસી અધિક કલેકટરશ્રી, નર્મદા-રાજપીપલા દ્વારા  જણાવાયું છે.

fashion

સંબંધિત સમાચાર

travel