મુખ્ય સામગ્રી પર જાઓ

નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૪૨.૬૭ મિ.મિ.વરસાદ નોંધાયો

જિલ્લામાં તા. ૦૭ જુલાઈ સવારના ૬:૦૦ કલાક સુધીમાં સૌથી વધુ સાગબારા તાલુકામાં ૭૯ મિ.મિ. વરસાદ નોંધાયો.

નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૪૨.૬૭ મિ.મિ.વરસાદ નોંધાયો

રાજપીપલા :  નર્મદા જિલ્લામાં તા. ૦૭ જુલાઈ, ૨૦૨૬ને મંગળવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં ૭૯ મિ.મિ., દેડિયાપાડા તાલુકામાં ૧૧ મિ. મિ., ગરૂડેશ્વર તાલુકામાં ૦૨ મિ.મિ., નાંદોદ તાલુકામાં ૪૩ મિ.મિ., તિલકવાડા તાલુકામાં ૨૦ મિ.મિ., ચિકદા તાલુકામાં ૫૩ મી.મી. વરસાદ નોંધાતા છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૨૦૮ મી.મી. અને સરેરાશ ૩૪.૬૭ મી.મી. વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડિયાપાડા તાલુકામાં ૯૬ મિ.મિ., સાગબારા તાલુકામાં ૩૪૨ મિ.મિ., નાંદોદ તાલુકામાં ૧૨૧ મિ.મિ., તિલકવાડા તાલુકામાં ૧૦૨ મી.મી., ગરૂડેશ્વર તાલુકામાં ૬૧ મિ.મિ. અને ચિકદા તાલુકામાં ૧૩૪ મી.મી. વરસાદ નોંધાયો છે. આ સાથે નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૧૪૨.૬૭ મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

Tags: રાજપીપલા વરસાદ નર્મદા જિલ્લા દેડિયાપાડા

સંબંધિત સમાચાર