મુખ્ય સામગ્રી પર જાઓ

નિરંકારી મહિલા સંત સમાગમ: અમદાવાદમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ

સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજના આશીર્વાદ હેઠળ અમદાવાદના કુબેરનગર ખાતે આવેલા નિરંકારી સત્સંગ ભવનમાં મહિલા સંત સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ અને આસપાસની વિવિધ શાખાઓમાંથી હજારો મહિલા ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

નિરંકારી મહિલા સંત સમાગમ: અમદાવાદમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ

અમદાવાદ : સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજના દિવ્ય આશીર્વાદ અને સંત નિરંકારી મિશનના નેજા હેઠળ, રવિવાર તા. ૨૮.૦૬.૨૦૨૬ ના રોજ અમદાવાદના કુબેર નગરમાં આવેલા નિરંકારી સત્સંગ ભવન,  ઇન્ડિક્વિપ ખાતે ખૂબ જ ગૌરવપૂર્ણ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે એક ભવ્ય નિરંકારી મહિલા સંત સમાગમ સફળતાપૂર્વક યોજાયો હતો. આ પાવન સંત સમાગમ માં અમદાવાદ અને આજુબાજુની શાખાઓ જેવી કે નાના ચિલોડા, સુરેન્દ્રનગર, સરદારનગર, લાંભા, બોપલ, મણિનગર, કુબેરનગર, ઓઢવ, કૃષ્ણનગર, ચાંદખેડા અને ડિફેન્સ કોલોની હજારો બહેનોએ આ પવિત્ર મેળામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વિવિધ શાખાઓની બહેનોએ સત્ય, પ્રેમ અને માનવ એકતા પર આધારિત સિંધી, ગુજરાતી, હિન્દી, મરાઠી, ભોજપુરી અને અંગ્રેજી ભાષા નો ઉપયોગ કરીને સુંદર અને ઉત્કૃષ્ટ પ્રસ્તુતિઓ રજૂ કરી, જેમાં ઉત્કૃષ્ટ ટૂંકા નાટકો, ભક્તિમય કવ્વાલી, કવિ સંમેલન, કાવ્યાત્મક પરિસંવાદો અને પ્રેરણાદાયી ગીતો અને વિચારોનો પણ રજૂ કરવામાં આવ્યા હતા.

આ પવિત્ર મહિલા સંત સમાગમ ની ગરિમામાં વધારો કરવા માટે મુખ્ય મંચ પર બિરાજમાન મુખ્ય મહેમાન તરીકે આદરણીય બહેન આશાસિંહજી ચૌહાણ ખાસ ગ્વાલિયરથી આવ્યા હતા અને તેમણે આ મહિલા સંત સમાગમ માં ભાગ લેનાર સર્વે બહેનોને પ્રોત્સાહિત કર્યા અને તેમની ઉત્તમ સ્ક્રિપ્ટ અને તૈયારીઓની ખૂબ પ્રશંસા કરી હતી. સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજના પવિત્ર સંદેશ આપતા તેમણે બહેનોને મહત્વપૂર્ણ વ્યવહારુ જીવન જીવવાની કળા શીખવી હતી. તેમના મુખ્ય પ્રવચનમાં, આશા બહેનજી એ જણાવ્યું હતું કે આજના સમાજમાં, બહેનોએ તેમના આચરણ, મૂલ્યો અને જીવનશૈલીમાં મર્યાદા, શાલીનતા અને દિવ્યતાનું ઉદાહરણ આપવું જોઈએ. એમણે સમજાવ્યું કે જ્યારે સ્ત્રી આધ્યાત્મિક રીતે મજબૂત હોય છે, ત્યારે તે સમગ્ર પરિવાર તેમજ સમાજમાં ઉત્તમ જીવન મૂલ્યો સ્થાપિત કરે છે. સતગુરુ માતાજીનો સંદેશ એ છે કે આપણે સેવા (નિઃસ્વાર્થ સેવા), સિમરન (ઈશ્વરનું સ્મરણ) અને સત્સંગ ને આપણા જીવનનો આધાર બનાવીને અને ગૃહસ્થ ફરજો નિભાવતા/ પૂર્ણ કરતા કરતા સમાજમાં પ્રેમ અને સહિષ્ણુતાની સુગંધ ફેલાવવી જોઈએ. 

આ શુભ પ્રસંગે અમદાવાદના સંયોજક, આદરણીય બહેન કાંતા બોડાણી જી એ મુખ્ય મહેમાન અને મંચ પર બિરાજમાન બહેન આશાજી નું શ્રદ્ધાંરૂપે દુપટ્ટો આપીને સ્વાગત કર્યું હતું. વધુમાં બહેન કાંતા બોડાણી જી એ દુર દુર થી સમાગમમાં પધારેલ તમામ મહાનુભાવો, ભક્તો અને સાધ સંગત નો હાર્દિક આભાર માન્યો હતો.

Tags: નિરંકારી મહિલા સંત સમાગમ નિરંકારી સત્સંગ ભવન

સંબંધિત સમાચાર