અમદાવાદ: ગુજરાત આજે દેશના સૌથી ઝડપથી વિકસતા હોસ્પિટાલિટી અને ફૂડ સર્વિસ બજારોમાં સ્થાન મેળવી રહ્યું છે. નવા રેસ્ટોરન્ટ્સ, કેફે, ક્લાઉડ કિચન્સ અને ફૂડ બ્રાન્ડ્સના વધતા પ્રભાવ સાથે ઉદ્યોગમાં નવી તકો અને પડકારો બંને ઊભા થઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ઉદ્યોગસાહસિકો માટે જ્ઞાન, માર્ગદર્શન અને અનુભવોના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા માટે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા (NRAI) – અમદાવાદ ચેપ્ટર દ્વારા એક વિશેષ જ્ઞાન સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં ગુજરાતભરના 200થી વધુ રેસ્ટોરન્ટ માલિકો, કેફે સંચાલકો, ક્લાઉડ કિચન ઉદ્યોગસાહસિકો, હોસ્પિટાલિટી પ્રોફેશનલ્સ, રોકાણકારો, કન્સલ્ટન્ટ્સ અને ઉદ્યોગ અગ્રણીઓ એક જ મંચ પર ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ માત્ર એક સેમિનાર નહીં પરંતુ સમગ્ર હોસ્પિટાલિટી ઉદ્યોગ માટે વિચારવિમર્શ, સહયોગ અને વિકાસની નવી તકોનું કેન્દ્ર બન્યો હતો.
"How to Build a 300+ Crore Café Brand – The Benne Bombay Growth Story" વિષય પર યોજાનાર આ વિશેષ સત્ર 22 જૂન, 2026ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA), આઈઆઈએમ અમદાવાદ નજીક યોજાયું હતું.
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે Benne Bombayના સહ-સ્થાપક શ્રી અખિલ અય્યર ઉપસ્થિત રહ્યા હતા. તેઓ પોતાની ઉદ્યોગસાહસિક સફર, બ્રાન્ડ બિલ્ડિંગ, ગ્રાહક અનુભવ, મલ્ટી-આઉટલેટ વિસ્તરણ, ઓપરેશનલ મેનેજમેન્ટ, ટીમ નિર્માણ અને લાંબા ગાળાની બિઝનેસ વૃદ્ધિ અંગેના અનુભવો અને માર્ગદર્શન ઉપસ્થિતો સાથે શેર કર્યા હતા.
ભારતનો ફૂડ એન્ડ બેવરેજ ઉદ્યોગ આજે દેશના સૌથી મોટા રોજગાર સર્જન કરતા ક્ષેત્રોમાંનો એક છે. બદલાતી ગ્રાહક પસંદગીઓ, ટેક્નોલોજીનો વધતો ઉપયોગ અને વધતી સ્પર્ધાના સમયમાં ઉદ્યોગસાહસિકો માટે સતત શીખવું અને બદલાતી પરિસ્થિતિને અનુરૂપ બનવું અત્યંત જરૂરી બની ગયું છે. NRAI અમદાવાદ ચેપ્ટર દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઉદ્યોગના આગેવાનો અને નવા ઉદ્યોગસાહસિકો વચ્ચે જ્ઞાન અને અનુભવનું આદાન-પ્રદાન વધારવાનો હતો.
આ પ્રસંગે NRAI અમદાવાદ ચેપ્ટરના ચેપ્ટર હેડ શેફ આનલ કોટકે જણાવ્યું, "હોસ્પિટાલિટી ઉદ્યોગ માત્ર વ્યવસાય નથી, પરંતુ રોજગાર સર્જન, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. NRAI અમદાવાદનો હેતુ એવા પ્લેટફોર્મ્સ ઊભા કરવાનો છે જ્યાં ઉદ્યોગના આગેવાનો અને નવા ઉદ્યોગસાહસિકો એકબીજાના અનુભવોથી શીખી શકે અને સાથે મળીને ગુજરાતના F&B ક્ષેત્રને વધુ મજબૂત બનાવી શકે."
કો-ચેપ્ટર હેડ શ્રી દિલીપ ઠક્કરે જણાવ્યું, "રેસ્ટોરન્ટ ઉદ્યોગ સતત પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે. આજના સમયમાં સફળતા માટે માત્ર સારો પ્રોડક્ટ પૂરતો નથી, પરંતુ યોગ્ય બિઝનેસ મોડેલ, બ્રાન્ડિંગ અને ગ્રાહક સમજ પણ એટલી જ જરૂરી છે. આવા કાર્યક્રમો ઉદ્યોગસાહસિકોને નવી દિશા આપે છે."
સેક્રેટરી શ્રી દર્શન દાસાણીએ જણાવ્યું, "200થી વધુ ઉદ્યોગ આગેવાનોને એક મંચ પર લાવવાનો હેતુ માત્ર જ્ઞાનવર્ધન નથી, પરંતુ સહયોગ અને નેટવર્કિંગ દ્વારા સમગ્ર ઉદ્યોગને વધુ મજબૂત બનાવવાનો છે. આવા કાર્યક્રમો ભવિષ્યમાં અનેક નવા વ્યવસાયિક અવસરોનું સર્જન કરે છે."
જોઈન્ટ સેક્રેટરી શ્રી પંકજ પાઠકે જણાવ્યું, "અમદાવાદ અને ગુજરાત આજે રેસ્ટોરન્ટ અને કેફે ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ વિકાસ કેન્દ્ર બની રહ્યા છે. સફળ બ્રાન્ડ્સ પાસેથી શીખવાની અને નવી વ્યૂહરચનાઓને સમજવાની તક ઉદ્યોગના વિકાસ માટે અત્યંત જરૂરી છે."
ટ્રેઝરર શ્રી ચિરાયુ અગ્રવાલે જણાવ્યું, "મજબૂત હોસ્પિટાલિટી ઉદ્યોગ રાજ્યના આર્થિક વિકાસ, પર્યટન અને રોજગાર વૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આવા કાર્યક્રમો ઉદ્યોગને નવી દિશા આપવાની સાથે યુવા ઉદ્યોગસાહસિકોને પણ પ્રેરણા આપે છે."
NRAI વિશે
1982માં સ્થાપિત નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા (NRAI) ભારતની રેસ્ટોરન્ટ અને ફૂડ સર્વિસ ઇન્ડસ્ટ્રીની અગ્રણી સંસ્થા છે. દેશભરના હજારો રેસ્ટોરન્ટ્સ, કેફે, ક્લાઉડ કિચન્સ અને ફૂડ સર્વિસ બ્રાન્ડ્સનું પ્રતિનિધિત્વ કરતી NRAI ઉદ્યોગના વિકાસ, નીતિગત પ્રતિનિધિત્વ, નવીનતા અને વ્યવસાયિક વૃદ્ધિ માટે સતત કાર્યરત છે.
NRAI અમદાવાદ ચેપ્ટર વિશે
NRAI અમદાવાદ ચેપ્ટર ગુજરાતના હોસ્પિટાલિટી અને ફૂડ સર્વિસ ઉદ્યોગને મજબૂત બનાવવા માટે વિવિધ જ્ઞાનવર્ધક કાર્યક્રમો, નેટવર્કિંગ ઇવેન્ટ્સ, ઉદ્યોગ સંવાદો, સરકારી સંસ્થાઓ સાથે ચર્ચાઓ અને ઉદ્યોગસાહસિકતા વિકાસના કાર્યક્રમોનું આયોજન કરે છે. ચેપ્ટરનો હેતુ ગુજરાતને દેશના અગ્રણી હોસ્પિટાલિટી હબ તરીકે સ્થાપિત કરવામાં યોગદાન આપવાનો છે.