મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

રાજકોટ ડિવિઝનમાં ચાલી રહેલા વિદ્યુતીકરણના કામને કારણે ઓખા-વારાણસી અને ઓખા-ગુવાહાટી ટ્રેનો રીશેડ્યુલ કરવામાં આવી

રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં વિદ્યુતિકરણ કામગીરીના લીધે બે ટ્રેનોને રિશિડ્યુલ કરવામાં આવી છે. વિગતો નીચે મુજબ છે.

રાજકોટ ડિવિઝનમાં ચાલી રહેલા વિદ્યુતીકરણના કામને કારણે ઓખા-વારાણસી અને ઓખા-ગુવાહાટી ટ્રેનો રીશેડ્યુલ કરવામાં આવી

રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં વિદ્યુતિકરણ કામગીરી ના લીધે બે ટ્રેનો ને રિશિડ્યુલ કરવામાં આવી છે. વિગતો નીચે મુજબ છે.

રીશેડ્યુલ કરેલ ટ્રેનો

ટ્રેન નંબર 22969 ઓખા-વારાણસી એક્સપ્રેસને 04.07.2024 ના રોજ ઓખા થી 1 કલાક 40 મિનિટ મોડી એટલે કે 15.45 કલાકે ઉપડવા માટે રીશેડ્યુલ કરવામાં આવી છે.

ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસને 05.07.2024 ના રોજ ઓખા થી 2 કલાક મોડી એટલે કે 14.15 કલાકે ઉપડવા માટે રીશેડ્યુલ કરવામાં આવી છે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

fashion

સંબંધિત સમાચાર

travel