મુખ્ય સામગ્રી પર જાઓ

રાજપીપળા શહેરમાં આનંદચૌદસના દિવસે ગણેશજીની પ્રતિમાઓનું સરકારી ઓવારે વિસર્જન થયું

રાજપીપળા શહેરમાં બપોર બાદ ગણેશજીની નાની પ્રતિમાઓ વિસર્જન માટે નીકળી ત્યારબાદ સાંજથી મોટી પ્રતિમાઓ નિકળવાની શરૂઆત થઈ જેમાં ગણેશ ભક્તો પોતના કાફલા સાથે કરજણ નદીના ઓવરે પહોંચ્યા હતા.જ્યાં નગરપાલિકાની ફાયર ટીમના કર્મચારીઓએ સલામત રીતે બાપ્પાની પ્રતિમાનું કરજણ નદીમાં વિસર્જન કર્યું હતું.

રાજપીપળા શહેરમાં આનંદચૌદસના દિવસે ગણેશજીની પ્રતિમાઓનું સરકારી ઓવારે વિસર્જન થયું

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજપીપળા શહેરમાં આનંદચૌદસ ના દિવસે દુંદાળા દેવ નું અશ્રુભીની આંખે વિસર્જન કરવામાં આવ્યું હતું. રાજપીપળા શહેરમાં બપોર બાદ ગણેશજીની નાની પ્રતિમાઓ વિસર્જન માટે નીકળી ત્યારબાદ સાંજથી મોટી પ્રતિમાઓ નિકળવાની શરૂઆત થઈ જેમાં ગણેશ ભક્તો પોતના કાફલા સાથે કરજણ નદીના ઓવરે પહોંચ્યા હતા.જ્યાં નગરપાલિકાની ફાયર ટીમના કર્મચારીઓએ સલામત રીતે બાપ્પાની પ્રતિમાનું કરજણ નદીમાં વિસર્જન કર્યું હતું.જોકે દસ દિવસ આતિથ્ય માણ્યા બાદ શાંતિપૂર્ણ રીતે અનંદચૌદસનો આ અવસર પૂર્ણ થયો પરંતુ વિસર્જન ટાણે બાપાને વિદાઇ કરતી વેળા ભક્તોની આંખો ભીની થઇ હતી ત્યારે આવતા વર્ષે ફરી પધારજોના નાદ સાથે ભક્તોએ બાપાને વિદાઇ આપી હતી.

ટાઉન પી.આઈ.આર.જી.ચૌધરીના જણાવ્યા મુજબ આ વર્ષે રાજપીપળા શહેરમાંથી ૧૦૦ જેવી નાની પ્રતિમા અને ૪૦ જેવી મોટી પ્રતિમાઓનુ કરજણ ઓવારે વિસર્જન થયું હતું જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ઘણી પ્રતિમાં વિસર્જન માટે આવી હતી આ તમામનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ વિસર્જન થયું હતું.

સંબંધિત સમાચાર