મુખ્ય સામગ્રી પર જાઓ

પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે ધારાસભ્ય ડૉ.દેશમુખની ઉપસ્થિતિમાં સિસોદ્રા ગામે રાહત સામગ્રીનું વિતરણ કરાયું

પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે એમના સિદ્ધાંત અનુસાર નાંદોદ વિધાનસભાના સિસોદ્રા ગામે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનાં સહયોગથી પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે ધારાસભ્ય ડૉ.દેશમુખની ઉપસ્થિતિમાં સિસોદ્રા ગામે રાહત સામગ્રીનું વિતરણ કરાયું

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : પંડિત દિનદયાલ ઉપાધ્યાયજી ની જન્મજયંતિ નિમિત્તે એમના સિદ્ધાંત અનુસાર નાંદોદ વિધાનસભા ના સિસોદ્રા ગામે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નાં સહયોગ થી પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામમાં ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ સહિત નાઓએ પંડિત દિનદયાલ ઉપાધ્યાયજી ની આજરોજ જન્મજયંતિ હોય તે નિમિત્તે રાહત સામગ્રી નું વિતરણ કરવામાં આવ્યું આં વિતરણ કાર્યક્રમ માં ધારાસભ્ય ડો.દેશમુખ સાથે બીજેપી નાં સક્રિય કાર્યકર્તા ડો.રવિભાઈ દેશમુખ, મંડળ પ્રમુખ અરવિંદભાઈ પટેલ,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મેહુલ ભાઈ માછી, તાલુકા પંચાયત પ્રમુખ વનીતાબેન વસાવા, તાલુકા સદસ્ય સરસ્વતીબેન વસાવા, હિમાંશુભાઈ દેસાઈ, દિલીપસિંહ ગોહિલ સાથે અન્ય આગેવાનો અને સાથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રાહત સામગ્રી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નાં સહયોગ થી આપવામાં આવી હતી.

સંબંધિત સમાચાર