મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

વડોદરા રેલવે સ્ટેશન પર વડોદરા સ્ટેશનના ઈટ રાઈટ સર્ટિફિકેશન તાલીમ કાર્યક્રમનું આયોજન

વડોદરા રેલવે સ્ટેશન પર વડોદરા સ્ટેશનના ઈટ રાઈટ સર્ટિફિકેશનના દ્રષ્ટીકોણથી એક ફોસ્ટેક (FoSTaC - Food Safety Training and Certification) તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

વડોદરા રેલવે સ્ટેશન પર વડોદરા સ્ટેશનના ઈટ રાઈટ સર્ટિફિકેશન તાલીમ કાર્યક્રમનું આયોજન

વડોદરા રેલવે સ્ટેશન પર વડોદરા સ્ટેશનના ઈટ રાઈટ સર્ટિફિકેશનના દ્રષ્ટીકોણથી એક ફોસ્ટેક (FoSTaC - Food Safety Training and Certification) તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરા મંડળના અપર ચીફ મેડિકલ ઓફિસર ડૉ. અમિતાભ સરકાર, ફોસ્ટેક ટ્રેનર શ્રી રામેશ્વર જાજૂ અને શ્રીમતી કલ્પના પ્રજાપતિ અને ફુડ સેફ્ટી અધિકારી-વડોદરા શ્રી શૈલેન્દ્ર પારીકે ભોજન ગુણવત્તા અને સુરક્ષાના વિવિધ પાસાંઓ પર વિગતવાર માહિતી આપી.

વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, ગોધરા, છાયાપુરી, પ્રતાપનગર અને વડોદરા યાર્ડ ના કુલ 70 થી વધુ વિક્રેતાઓએ આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો અને આ કાર્યક્રમના લાભાર્થી બન્યા.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં હેલ્થ ઈન્સપેક્ટરો શ્રી વિજય બહાદુર પ્રજાપતિ અને શ્રી રામ ચંદ્ર કુતરની ભૂમિકા પ્રસંશનિય રહી. 
 

fashion

સંબંધિત સમાચાર

travel