મુખ્ય સામગ્રી પર જાઓ

અમદાવાદ મંડળ પર મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિની ચોથી બેઠકનું આયોજન

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે તા. 13-09-2023ના રોજ મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC)ની ચોથી બેઠકનું આયોજન મંડળના કાર્યાલયમાં કરવામાં આવ્યું. આ બેઠકમાં હાજર સભ્યોએ પોતપોતાના ક્ષેત્ર સંબંધિત તમામ સુવિધાઓને વધારવા, રેલવે સંબંધિત સમસ્યાઓનું તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા અને તેમની યોગ્ય માગણીઓ અંગે સકારાત્મક ચર્ચાવિચારણા કરી.

અમદાવાદ મંડળ પર મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિની ચોથી બેઠકનું આયોજન

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે તા. 13-09-2023ના રોજ મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC)ની ચોથી બેઠકનું આયોજન મંડળના કાર્યાલયમાં કરવામાં આવ્યું. તેની શરૂઆતમાં સમિતિના સચિવ અને વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી પવનકુમાર સિંહે બેઠકમાં હાજર તમામ સભ્યોનું સ્વાગત કર્યું. આ બેઠકમાં હાજર સભ્યોએ પોતપોતાના ક્ષેત્ર સંબંધિત તમામ સુવિધાઓને વધારવા, રેલવે સંબંધિત સમસ્યાઓનું તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા અને તેમની યોગ્ય માગણીઓ અંગે સકારાત્મક ચર્ચાવિચારણા કરી.

સમિતિના અધ્યક્ષ તેમ જ મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીરકુમાર શર્માએ અમદાવાદ મંડળ ખાતે ચાલી રહેલી કામગીરી તેમ જ વિકાસ કાર્યોની સમિતિના સભ્યોને જાણ કરી. તેમણે માનનીય સભ્યોને એ પણ ખાતરી આપી કે યાત્રી સુવિધાઓનો વિકાસ કરવો તે અમદાવાદ મંડળની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તે માટે યથાસંભવ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને આગામી થોડા સમયમાં અન્ય આધુનિક સુવિધાઓ મંડળમાં જોવા મળશે. તેમણે યોગ્ય માગણી અંગે મંડળ દ્વારા તાત્કાલિક સમાધાન લાવવાનું પણ જણાવ્યું.

આ દરમિયાન સમિતિના સચિવ અને વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી પવનકુમાર સિંહે પાવર પ્રેઝન્ટેશન દ્વારા અમદાવાદ મંડળની સિદ્ધિઓ અંગે જાણકારી આપી. તેમણે જણાવ્યું કે અમદાવાદ મંડળના અમદાવાદ, સાબરમતી, સાબરમતી બીજી, ગાંધીધામ તેમ જ ન્યૂ ભુજ સ્ટેશનોનું મહત્ત્વપૂર્ણ રીડેવલપમેન્ટ કરવામાં આવશે, જેમાં સાબરમતી, સાબરમતી બીજી તેમ જ ન્યૂ ભુજ સ્ટેશનોના પુનર્વિકાસની કામગીરી ઝડપથી ચાલી રહી છે. તે સાથે જ 16 રેલવે સ્ટેશનોનું અમૃત ભારત સ્ટેશન યોજના (ABSS) અંતર્ગત રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. જેમાંથી નવ સ્ટેશનોનો શિલાન્યાસ માનનીય વડાપ્રધાન દ્વારા તા. 6-8-2023ના રોજ કરવામાં આવ્યો છે. આ કાર્યો પૂર્ણ થશે ત્યારે અમે અમારા સન્માનીય યાત્રીઓને વધારે સુવિધાઓ પૂરી પાડી શકીશું.. શ્રી સિંહે કહ્યું કે આ દરમિયાન ઇન્ફ્રાસ્ટ્ક્ચર કાર્યો જેવા કે ડબલિંગ ઇલેક્ટ્રિફિકેશન અને સ્ટેશનોના પુનર્વિકાસના કાર્યો પણ ઝડપથી ચાલી રહ્યા છે.

આ દરમિયાન સમિતિના સભ્યોએ પોતપોતાના ક્ષેત્રની રેલ સમસ્યાઓ, નવી ટ્રેનો શરૂ કરવી, ટ્રેનોના સ્ટોપેજમાં વધારો, ટ્રેનોના વિસ્તાર વગેરે યોજનાઓને વહેલી તકે પૂર્ણ કરવા અને મંડળના સ્ટેશનો પર ઉત્કૃષ્ટ યાત્રી સુવિધાઓ મળે તે માટે પોતાના અમૂલ્ય સૂચનો આપ્યા. મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીરકુમાર શર્માએ એમને તેમની યોગ્ય માગણીઓ અંગે તાત્કાલિક કામગીરી કરવાની ખાતરી આપી.

આ જે બેઠક યોજાઇ સર્વ શ્રી રાકેશકુમાર જૈન, મુકેશ શર્મા, પારસમલ નહાટા, પ્રબોધ મુનવર, મનીષસિંહ ઠાકુર, રમેશભાઇ સુરતી, કાંતિભાઇ પરમાર, શિવરામભાઇ પટેલ, મુકેશકુમાર ઠાકોર, જગદીશગિરી ગોસ્વામી, મોહનભાઇ પટેલ, જિગ્નેશ પંડ્યા, રાજેશકુમાર પંચાલ. જયેશભાઇ ભાવસાર, આર.પી. શર્મા તેમ જ શ્રીમતી મંજુલા ભારદ્વાજ હાજર રહ્યાં.

બેઠકના અંતે મંડળ વાણિજ્ય પ્રબંધક સુશ્રી નીલમ ચૌહાણે બેઠકમાં સામેલ થવા તથા ઉત્તમ સૂચનો આપવા બદલ સૌનો આભાર માન્યો. આ પ્રસંગે મંડળના તમામ અગ્રણી અધિકારી પણ હાજર રહ્યા.

સંબંધિત સમાચાર