મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

ઓટો સેક્ટરમાં કિયાનો દબદબો: શુભ મુહૂર્તે રેકોર્ડબ્રેક ડિલિવરી સાથે ગ્રાહકોનો જીત્યો વિશ્વાસ

ભારતની અગ્રણી વાહન ઉત્પાદક કિયા ઈન્ડિયાએ ૨૨ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ અક્ષય તૃતીયાના શુભ અવસરે પશ્ચિમ ભારતમાં રેકોર્ડબ્રેક 1800 થી વધુ વાહનોની ડિલિવરી કરી છે. બ્રાન્ડની આધુનિક સુરક્ષા, અત્યાધુનિક ટેકનોલોજી અને પ્રીમિયમ ડિઝાઇને ભારતીય ગ્રાહકોને આકર્ષ્યા છે. કિયાએ તેના 391 શહેરોમાં ફેલાયેલા 866 ટચપોઈન્ટ્સ દ્વારા ગ્રાહકોને પર્સનલાઈઝ્ડ ડિલિવરી અનુભવ પૂરો પાડ્યો હતો.

ઓટો સેક્ટરમાં કિયાનો દબદબો: શુભ મુહૂર્તે રેકોર્ડબ્રેક ડિલિવરી સાથે ગ્રાહકોનો જીત્યો વિશ્વાસ

મુંબઈ : દેશની અગ્રગણ્ય માસ પ્રીમિયમ વાહન ઉત્પાદક કિયા ઈન્ડિયાએ તેના ડીલરશિપ નેટવર્કમાં ગ્રાહકોને તેમનાં નવાં વાહનોને ડિલિવરી આપીને અક્ષયતૃતીયાના પાવન અવસરને જોરદાર ઉજવણી કરી હતી. વેસ્ટર્ન રિજનમાં બ્રાન્ડે એક દિવસમાં 1800થી વધુ ગ્રાહકોને ડિલિવરી આપી

હતી, જે મજબૂત ગ્રાહક અગ્રતા દર્શાવવા સાથે હજારો પરિવારો માટે ખરા અર્થમાં આ દિવસ યાદગાર માઈલસ્ટોન બનાવે છે.

ગ્રાહકો નવી કાર ઘરે લાવે તે ફક્ત આર્થિક વ્યવહાર નથી, પરંતુ પરિપૂર્ણ આકાંક્ષા અને હાંસલ પ્રગતિનું પ્રતિબિંબ હોય છે. કિયા ઈન્ડિયાના ડિઝાઈન પ્રેરિત ઈનોવેશન, આધુનિક સુરક્ષા, અત્યાધુનિક ટેકનોલોજી અને પ્રીમિયમ કમ્ફર્ટ પર એકધારી એકાગ્રતાએ તેને ઈચ્છનીય ભારતીય ગ્રાહકોમાં અગ્રતાની પસંદગી

બનાવી દીધી છે. અક્ષયતૃતીયા પર અસંખ્ય ગ્રાહકો ઊમટી પડ્યા તે ઉત્ક્રાંતિ પામતી બ્રાન્ડની અગ્રતા અને ગ્રાહકો સાથે કિયાએ નિર્માણ કરવાનું ચાલુ રાખ્યું છે તે ભાવનાત્મક જોડાણનો દાખલો છે.

અક્ષયતૃતીયા સમૃદ્ધિ અને નવા શુભારંભનું પ્રતીક છે, જે નોંધપાત્ર ખરીદીઓ કરતા ગ્રાહકો માટે સૌથી અગ્રતાના અવસરમાંથી એક છે. કિયા ઈન્ડિયા ગ્રાહકો અને તેમના માઈલસ્ટોનની ઉજવણી કરતા અર્થપૂર્ણ અનુભવો નિર્માણ કરીને મોબિલિટીની પાર જવા માટે કટિબદ્ધ છે. વધુ ને વધુ ગ્રાહકો તેમના વિશેષ

અવસરોનો કિયાને હિસ્સો બનાવવાનું પસંદ કરી રહ્યા છે ત્યારે બ્રાન્ડે દેશમાં સૌથી અગ્રતાની વાહન ઉત્પાદકમાંથી એક તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવવાનું ચાલુ રાખ્યું છે.

 

આ સેન્ટિમેન્ટ પર ભાર આપતાં કિયા ઈન્ડિયાએ ડીલરશિપ્સમાં આસાન અને પર્સનલાઈઝ્ડ ડિલિવરી અનુભવ થાય તેની ખાતરી રાખી હતી, જેમાં દરેક ડિલિવરી ગ્રાહકના પ્રવાસની ઉજવણી કરવા માટે વિચારપૂર્વક તૈયાર કરાઈ હતી. આ દિવસે અદભુત પ્રતિસાદ કિયા બ્રાન્ડ માટે ગ્રાહકોનો વધતો વિશ્વાસ અને

લગાવ અધોરેખિત કરે છે. કિયા ઈન્ડિયાની વૃદ્ધિના હાર્દમાં ગ્રાહકલક્ષિતા પ્રત્યે તેની મજબૂત કટિબદ્ધતા રહેલી છે. તેનું સેલ્સ અને સર્વિસ નેટવર્ક વિસ્તારવાથી લઈને કક્ષામાં ઉત્તમ માલિકી અનુભવ સુધી બ્રાન્ડે 391 શહેરનાં 866 ટચપોઈન્ટ્સ ખાતે ગ્રાહક સંતોષને અગ્રતા આપવાનું ચાલુ રાખ્યું છે. આ ફેસ્ટિવ ડિલિવરી

જેવી પહેલો ગ્રાહકના પ્રવાસમાં વિશ્વસનીય ભાગીદાર તરીકે કિયાના વચન પર વધુ ભાર આપે છે.

fashion
Tags: kia cars

સંબંધિત સમાચાર

travel