પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના સાણંદ–છારોડી–વિરોચન નગર–ઝખવાડા રેલખંડ પર પ્રસ્તાવિત નોન-ઇન્ટરલોકિંગ કાર્ય દરમિયાન રેલ સંચાલનની સલામતી સુનિશ્ચિત કરવા માટે 08 ઓગસ્ટ, 2026 (શનિવાર)ના રોઝ સવારે 05:00 વાગ્યાથી રાત્રે 08:00 વાગ્યા સુધી નીચે દર્શાવેલા લેવલ ક્રોસિંગ વાહનવ્યવહાર માટે અસ્થાયી રીતે બંધ રહેશે.
સાણંદ–છારોડી રેલખંડ પર આવેલ લેવલ ક્રોસિંગ નં. 23, 24 અને 25 બંધ રહેશે.
છારોડી–વિરોચન નગર રેલખંડ પર આવેલ લેવલ ક્રોસિંગ નં. 33 અને 34 બંધ રહેશે.
વિરોચન નગર–ઝખવાડા રેલખંડ પર આવેલ લેવલ ક્રોસિંગ નં. 36 બંધ રહેશે.
ઝખવાડા યાર્ડ ખાતે આવેલ લેવલ ક્રોસિંગ નં. 37A માર્ગ વાહનવ્યવહાર માટે બંધ રહેશે.
આ કાર્ય ભવિષ્યમાં વધુ સુરક્ષિત અને સુગમ રેલ સંચાલન સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.