યાત્રીઓની વધતી ભીડ તથા યાત્રા માંગને ધ્યાનમાં રાખતાં પશ્ચિમ રેલવેએ નીચે જણાવેલી ટ્રેનોમાં અસ્થાયી રૂપે અતિરિક્ત કોચ જોડવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે :
1. ટ્રેન નંબર 20485/20486 સાબરમતી-જેસલમેર-સાબરમતી ઈન્ટરસિટી એક્સપ્રેસમાં 02 એસી 3-ટિયર અને 01 સ્લીપર કોચ સાબરમતીથી 03 જુલાઈ, 2026 થી 02 ઓગસ્ટ, 2026 સુધી તથા જેસલમેરથી 01 જુલાઈ, 2026 થી 31 જુલાઈ, 2026 સુધી અસ્થાયી રૂપે જોડવામાં આવશે.
2. ટ્રેન નંબર 20492/20491 સાબરમતી-જેસલમેર-સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 02 એસી 3-ટિયર અને 01 સ્લીપર કોચ સાબરમતીથી 01 જુલાઈ, 2026 થી 31 જુલાઈ, 2026 સુધી તથા જેસલમેરથી 02 જુલાઈ, 2026 થી 01 ઓગસ્ટ, 2026 સુધી અસ્થાયી રૂપે જોડવામાં આવશે.
3. ટ્રેન નંબર 20987/20988 ઉદયપુર સિટી-અસારવા-ઉદયપુર સિટી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 01 સેકન્ડ સીટિંગ કોચ અસારવાથી 02 જુલાઈ, 2026 થી 01 ઓગસ્ટ, 2026 સુધી તથા ઉદયપુર સિટીથી 01 જુલાઈ, 2026 થી 31 જુલાઈ, 2026 સુધી અસ્થાયી રૂપે જોડવામાં આવશે.
યાત્રીઓને જણાવવામાં આવે છે કે તેઓ યાત્રાથી પહેલાં ટ્રેનના સમય, હોલ્ટ અને અન્ય વિગતોની માહિતી માટે www.enquiry.indianrail.gov.in નું અવલોકન કરે.