મુખ્ય સામગ્રી પર જાઓ

નાંદોદના નીકોલી ગામની સીમમાં ફરતા દીપડા પૈકી એક દીપડો ગત રાત્રે ગામમાં આવી પડતાં લોકોમાં ભય

નિકોલી ગામની સીમમાં ગઈ રાત્રે એક કદાવર દિપડો ખેતર માર્ગે ગામમાં ઘુસતા ગ્રામજનો આ નજારો જોઈ ફફડી ઊઠયા હતા.

નાંદોદના નીકોલી ગામની સીમમાં ફરતા દીપડા પૈકી એક દીપડો ગત રાત્રે ગામમાં આવી પડતાં લોકોમાં ભય

રાજપીપળા : નાંદોદ તાલુકામાં આવેલા નિકોલી ગામની સીમમાં ઘણા સમયથી ત્રણેક દીપડા ફરી રહ્યા છે અને ત્યાં ફરતા ડુક્કરોને ફાડી ખાઈ પોતાનું પેટ ભરે છે જેના કારણે એકપણ દીપડો ખોરાકની શોધમાં ગામમાં આવ્યો ન હતો પરંતુ ગઈ રાત્રે એક કદાવર દિપડો ખેતર માર્ગે ગામમાં ઘુસતા ગ્રામજનો આ નજારો જોઈ ફફડી ઊઠયા હતા, જોકે આ દીપડાએ ગામમાં કોઈ પશુ કે વ્યક્તિને ઇજા કે નુકશાન કર્યું નથી છતાં આ જંગલી જાનવર ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે.

ગામના અજયભાઈ પટેલના જણાવ્યા મુજબ ઉનાળાની ઋતું વખતથી ગામની સીમમાં ત્રણેક દીપડા ફરે છે અને ગઇકાલે રાત્રે એક દીપડો ગામમાં આવી ગયો હતો જેથી લોકોમાં ભય ફેલાયો છે, ગ્રામજનોએ હાલમાં ગામમાં આવેલા વન વિભાગના સ્ટાફને જાણ કરી હતી પરંતુ હવે ગામમાં દીપડો ઘુસી જતા અમે વન વિભાગમાં લેખિત જાણ કરી પાંજરું મુકાવિશું.

સંબંધિત સમાચાર