(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં બેફામ ફરતી ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો દ્વારા અવાર નવાર અકસ્માત ની ઘટના બને છે પરંતુ હવે રાજપીપળા શહેર માં પણ આવી ઓવારલોડ ટ્રકો ફરતા સ્થાનિકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે,જેમાં મંગળવારે સવારે એક રેતી ભરેલી ઓવારલોડ ટ્રક જૂની પોસ્ટ ઓફિસ નજીક આવેલ જાની પાઈગા વિસ્તાર માં દબક કે અન્ય ખાડા માં નમી પડતા સ્થાનિકો નાં જીવ તાળવે ચોંટી ગયા હતા અને આસપાસ પાર્ક કરેલ વાહનો ને નુકશાન થતુ બચ્યું હતું.
સદનસીબે ત્યાં કોઈ બાળક કે સ્થાનિક ને ઇજા થઇ નથી પરંતુ રાજપીપળા શહેર માટે આવી ઓવારલોડ ટ્રકો જોખમી જરૂર કહી શકાય માટે પોલીસ અને આરટીઓ એ આવી ઓવારલોડ ટ્રકો પર કંટ્રોલ કરી કાયદાનું પાલન કરાય તે દિશામાં પગલાં લેવા જરૂરી બન્યા છે નહિ તો ક્યારેક કોઈ મોટી દુર્ઘટના બની શકે તેમ જણાઈ છે.
ભારે વાહનો શહેર માં નહિ પ્રવેશવા બાબતે જાહેરનામું લાગુ હોવા છતાં દરરોજ કેટલાક ભારે અને ઓવરલોડ વાહનો આવતા જોવા મળે છે જોકે પોલીસ એ મુદ્દે ગુના પણ દાખલ કરે છે છતાં કેટલાક લોકો કાયદાનું પાલન કરતા નાં હોય તેવા પર હજુ કડક કાર્યવાહી કરવી જરૂરી છે.