વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામથી ₹5450 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેરમાં 50 ઇ-બસોને લીલી ઝંડી આપી હતી. ભારતના શહેરોમાં ઇલેક્ટ્રિક બસોના ઉપયોગથી સ્વચ્છ, વિશ્વસનીય અને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે પીએમ ઇ-બસ સેવા એક મહત્વપૂર્ણ પહેલ છે. આ યોજનાના પ્રારંભિક તબક્કામાં ગુજરાત સિવાય મહારાષ્ટ્ર (નાગપુર), ચંડીગઢ અને આસામ (ગુવાહાટી)માં પણ બસો ફાળવવામાં આવી છે. રાજ્યમાં આ યોજનાના અમલીકરણ માટે ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM) ને ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગની રાજ્ય નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આગામી સમયમાં રાજ્યના આઠ શહેરોમાં આ યોજના અંતર્ગત 750 બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગર ગુજરાતનું પ્રથમ શહેર છે જ્યાં આ યોજના અંતર્ગત 50 બસોની ભેટ આપવામાં આવી છે. ભાવનગરમાં કુલ 100 બસો દ્વારા નાગરિકો માટે પરિવહનની સુવિધાને વધુ સુદૃઢ બનાવવામાં આવશે. આ બસો દિવ્યાંગો માટે અનુકૂળ અને એરકન્ડિશન્ડ સુવિધાથી સજ્જ છે. સુરક્ષાના ભાગરૂપે તેમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આગામી સમયમાં રાજ્યમાં આઠ શહેરોમાં ઇ બસો શરૂ કરવામાં આવશે જેમાં વડોદરામાં 250, રાજકોટમાં 100, ભાવનગરમાં 100, ગાંધીનગરમાં 100, જામનગરમાં 50, જુનાગઢમાં 50, ગાંધીધામમાં 80 અને નવસારીમાં 20 ઇ બસો દોડાવવામાં આવશે. ઇલેક્ટ્રિક બસો માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અને ટેક્નિકલ સુવિધાઓ વિકસિત કરવામાં ગુજરાત અગ્રણી ભૂમિકા નિભાવી રહ્યું છે. સમગ્ર દેશમાં એક સંકલિત પ્રયાસના ભાગરૂપે આ પહેલ પર્યાવરણને અનુકૂળ પરિવહનની દિશામાં મહત્વપૂર્ણ બની રહેશે.
PM મોદીએ ભાવનગરમાં 50 ઇ-બસોને લીલી ઝંડી આપી, ગુજરાતને પીએમ ઇ-બસ સેવા યોજનાની મોટી ભેટ – 750 બસોનું આયોજન
PM મોદીએ આસામથી ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇ-બસોને લીલી ઝંડી આપી, પીએમ ઇ-બસ સેવા યોજના હેઠળ ગુજરાતને મોટી ભેટ – આગામી સમયમાં 8 શહેરોમાં 750 બસો દોડશે (વડોદરા 250, રાજકોટ-ભાવનગર-ગાંધીનગર 100, જામનગર-જુનાગઢ 50, ગાંધીધામ 80, નવસારી 20). ₹5450 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન. વિગતો જુઓ.
સંબંધિત સમાચાર
તલોદના ભુવા મુકેશ રબારી વિરુદ્ધ વ્યાજખોરીનો ગંભીર આરોપ, CBIની ACB વિંગમાં ફરિયાદ
પશ્ચિમ રેલવે અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવશે
નડિયાદના એજન્ટો દ્વારા UK હોમ ડિપાર્ટમેન્ટના નકલી સર્ટિફિકેટ ઇશ્યૂ કરી લાખોની છેતરપિંડી