ગૂગલના પ્રથમ Chromecastનો ઉપયોગ કરતા યૂઝર્સને તાજેતરમાં એક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ઘણા લોકોએ ફરિયાદ કરી હતી કે તેમનું અચાનક જ કામ કરતું બંધ થઈ ગયું છે. આ સમસ્યા Chrome, YouTube અને Paramount+ જેવી એપ્લિકેશન્સમાં જોવા મળી હતી. જેના કારણે એવું લાગી રહ્યું હતું કે ગૂગલ દ્વારા જૂના Chromecastને બંધ કરી દેવામાં આવ્યા છે.
જો કે, ગૂગલ હોમના સિનિયર પ્રોડક્ટ મેનેજર સહના મૈસૂરે જણાવ્યું હતું કે ગૂગલે ડિવાઇસને બંધ નથી કર્યું. તેમણે કહ્યું કે એક ટેકનિકલ ખામીના કારણે કેટલાક ફર્સ્ટ જનરેશન યૂઝર્સને કાસ્ટિંગમાં તકલીફ પડી હતી, જેને તાત્કાલિક ઠીક કરી દેવામાં આવી છે.
મૈસૂરના જણાવ્યા અનુસાર, હવે બધા જ ડિવાઇસ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. ઘણા યૂઝર્સે પણ ઓનલાઇન જણાવ્યું છે કે તેમના ફરીથી કામ કરવા લાગ્યા છે.
ગૂગલના જૂના યૂઝર્સ માટે આ અઠવાડિયે એક વધુ ચિંતાજનક સમાચાર આવ્યા હતા. એક રિપોર્ટ અનુસાર ગૂગલે 2022ના with Google TV (HD) સિવાયના તમામ માટે સપોર્ટ બંધ કરી દીધો છે. જોકે, સપોર્ટ પેજ પર હજુ પણ ફર્સ્ટ જનરેશનના સિવાયના તમામ ડિવાઇસને 'ક્રિટિકલ સિક્યોરિટી અપડેટ' મળવાનું ચાલુ છે એવું દર્શાવવામાં આવ્યું છે.