અમદાવાદ / ગુજરાત : આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તથા વિધાર્થી પાંખ ASAP ના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ ગધેથડ સ્થિત ગાયત્રી આશ્રમના મહર્ષિ અને સૌરાષ્ટ્રની મહાન સંત પરંપરાના વાહક પૂજ્ય શ્રી લાલબાપુના ખબરઅંતર પૂછી તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી. પૂજ્ય લાલબાપુ લાંબા સમયથી આધ્યાત્મિક સાધના, સેવા અને સમાજજાગૃતિના કાર્યો દ્વારા અનેક લોકો માટે શ્રદ્ધા અને પ્રેરણાનું કેન્દ્ર રહ્યા છે. ગધેથડ ગાયત્રી આશ્રમ પણ તેમની સાધના અને સેવાકાર્યને કારણે વિશિષ્ટ આધ્યાત્મિક સ્થાન તરીકે ઓળખાય છે. આ મુલાકાત દરમિયાન ઈસુદાન ગઢવી અને ધાર્મિક માથુકિયાએ પૂજ્ય લાલબાપુના સ્વાસ્થ્ય અંગે આત્મીયતાથી ખબરઅંતર પૂછ્યા હતા અને ગાયત્રી માતાજીને પ્રાર્થના કરી હતી કે પૂજ્ય લાલબાપુને વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થતા, નિરામય આરોગ્ય અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય. પૂજ્ય સંતના સાનિધ્ય અને આશીર્વાદ સમાજ માટે હંમેશા પ્રેરણારૂપ રહ્યા છે ત્યારે તેમના ઝડપથી સ્વસ્થ થઈ ફરીથી સેવાકાર્યોમાં સક્રિય બને તેવી સૌની હૃદયપૂર્વકની શુભકામનાઓ છે.
પૂજ્ય લાલબાપુના ખબરઅંતર પૂછી ઈસુદાન ગઢવી અને ધાર્મિક માથુકિયાએ આરોગ્ય માટે કરી પ્રાર્થના
આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તથા વિધાર્થી પાંખ ASAP ના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ ગધેથડ સ્થિત ગાયત્રી આશ્રમના મહર્ષિ અને સૌરાષ્ટ્રની મહાન સંત પરંપરાના વાહક પૂજ્ય શ્રી લાલબાપુના ખબરઅંતર પૂછી તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી.
સંબંધિત સમાચાર
ભાવનગર - મહુવાના ઉમણિયાવદર ખાતે નેશનલ હાઈવે કટ અને ઓવરબ્રિજના પ્રશ્ને AAP નેતાઓની ઉપસ્થિતિમાં યોજાઈ વિશાળ જાહેર સભા
સરકારને ૩ દિવસનું અલ્ટીમેટમ, માંગણીઓ પૂરી નહીં થાય તો ખંભાળિયામાં આંદોલન શરૂ થશે : પ્રવીણ રામ AAP
સરદાર સરોવર ડેમ ખાતે વીસ વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓનું શોષણ બંધ કરો : નિરંજન વસાવા AAP