આ અવસર પર આજે 20 સપ્ટેમ્બરના રોજ સમાપન અને ઈનામ વિતરણ સમારોહના અવસર પર હાસ્ય કવિ-સમેંલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અખિલ ભારતીય સ્તરના 05 સ્થાનિક કવિ/કવયિત્રી ડૉ. નલિની પુરોહિત, ક્રાંતિ (યેવતીકર) કનાટે, શ્રી કમલેશ ગઢવી, શ્રી રિતેશ ત્રિપાઠી અને હરીવદન ભટ્ટ દ્વારા હાસ્ય-વ્યંગ કાવ્ય પઠન કરવામાં આવ્યું.
શ્રી રાકેશ રાજપુરોહિત, ઉપ મહાનિદેશકના વરદ હસ્તે વિવિધ પ્રતિયોગિતાઓના વિજેતાઓ તથા 20 હજાર શબ્દ પુરસ્કાર યોજના –2022-23 ના પુરસ્કાર વિજેતાઓને પ્રશસ્તિ પત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા.
આ અવસર પર મુખ્ય રાજભાષા અધિકારી અને સિનિયર પ્રોફેસર (મેનેજમેન્ટ) ડૉ. હેમંત કાગરા, પ્રોફેસર (રાજભાષા) ડૉ. વિભાવરી ગોરે, તમામ સભ્યો, મહેમાન અધિકારી તથા કર્મચારી બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતા.