મુખ્ય સામગ્રી પર જાઓ

રેલવે મુસાફરો માટે મહત્વના અપડેટ: ૧૬ જુલાઈથી ૧૩ ઓક્ટોબર સુધી દિલ્હી કેન્ટ સ્ટેશન પર ટ્રેન સ્ટોપેજમાં ફેરફાર

દિલ્હી કેન્ટ સ્ટેશન પર હાથ ધરવામાં આવનાર નિર્માણ કાર્ય અને પાવર/ટ્રાફિક બ્લોકને કારણે અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક મહત્વની ટ્રેનોના સ્ટોપેજમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

રેલવે મુસાફરો માટે મહત્વના અપડેટ: ૧૬ જુલાઈથી ૧૩ ઓક્ટોબર સુધી દિલ્હી કેન્ટ સ્ટેશન પર ટ્રેન સ્ટોપેજમાં ફેરફાર

ઉત્તર રેલવેના દિલ્હી ડિવિઝનના દિલ્હી કેન્ટ સ્ટેશન પર મુખ્ય માળખાગત સુવિધાઓના અપગ્રેડ કાર્યના ભાગ રૂપે, ૧૬ જુલાઈ, ૨૦૨૬ થી ૧૩ ઓક્ટોબર, ૨૦૨૬ (૯૦ દિવસ) સુધી પ્લેટફોર્મ ૨ અને ૩ (લાઇન ૩ અને ૪) પર પાવર અને ટ્રાફિક બ્લોક લાદવામાં આવ્યો છે.

આ બ્લોક દરમિયાન, અમદાવાદ ડિવિઝનમાંથી ઉપડતી/પસાર થતી કેટલીક ટ્રેનોના સ્ટોપેજ દિલ્હી કેન્ટ સ્ટેશન પર અસ્થાયી રૂપે રદ કરવામાં આવશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

• ૧૨૯૧૫ અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ૧૫ જુલાઈ, ૨૦૨૬ થી ૧૩ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી.

• ૦૯૪૨૫ સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ ૨૧ જુલાઈ, ૨૦૨૬ થી ૧૩ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી.

• ૧૪૩૧૨ ભુજ-બરેલી આલા હઝરત એક્સપ્રેસ ૧૫.૦૭.૨૦૨૬ થી ૧૩.૧૦.૨૦૨૬ સુધી.

• ૧૪૩૨૨ ભુજ-બરેલી એક્સપ્રેસ ૧૭.૦૭.૨૦૨૬ થી ૧૩.૧૦.૨૦૨૬ સુધી.

• ૧૨૨૧૬ બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાઈ રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ ૧૫.૦૭.૨૦૨૬ થી ૧૩.૧૦.૨૦૨૬ સુધી.

• ૦૯૫૨૩ ઓખા-શકુર બસ્તી સ્પેશિયલ ૧૫.૦૭.૨૦૨૬ થી ૧૩.૧૦.૨૦૨૬ સુધી.

• ૦૯૨૫૭ ભાવનગર-શકુર બસ્તી સ્પેશિયલ ૧૮.૦૭.૨૦૨૬ થી ૧૩.૧૦.૨૦૨૬ સુધી.

ટ્રેનના સમય, સ્ટોપેજ અને રેક કમ્પોઝિશન અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Tags: સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેન નંબર ભુજ-બરેલી આલા હઝરત એક્સપ્રેસ અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ઓખા-શકુર બસ્તી સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાઈ રોહિલ્લા ગરીબ રથ ભાવનગર-શકુર બસ્તી સ્પેશિયલ

સંબંધિત સમાચાર