મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

ભારતીય સેનામાં અગ્નિવીરની ભરતી માટે ૨૨ માર્ચ સુધી અરજી કરવા અનુરોધ

આર્મી રિક્રુટીંગ ઓફિસ અમદાવાદ દ્વારા ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે અગ્નીવીર યોજના અંતર્ગત આર્મીના વિવિધ ટ્રેડમાં ભરતી કરવામાં આવનાર છે.

ભારતીય સેનામાં અગ્નિવીરની ભરતી માટે ૨૨ માર્ચ સુધી અરજી કરવા અનુરોધ

અમદાવાદ : આર્મી રિક્રુટીંગ ઓફિસ અમદાવાદ દ્વારા ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે અગ્નીવીર યોજના અંતર્ગત આર્મીના વિવિધ ટ્રેડમાં ભરતી કરવામાં આવનાર છે.

ભરતી જેમાં ૧૭.૫ થી ૨૧ વર્ષની અને ૧૬૮ સેમી ઉંચાઇ તેમજ ૭૭ સેમી છાતી ધરાવતા અને ૫૦ કિ.ગ્રા. વજન ધરાવતા પુરુષ ઉમેદવારો કે જેઓએ ધો.૮ પાસ, ધો.૧૦ પાસ, ધો. ૧૨ પાસ, આઇ.ટી.આઇ. અને ડિપ્લોમા પાસ કરેલ હોવીજોઈએ. તેઓના માટે ભરતીની પ્રથમ તબક્કાની ઓનલાઇન લેખિત પરીક્ષા આગામી નાણાકિય વર્ષ-૨૦૨૪-૨૫માં યોજાનાર છે.

આ ભરતીમાં ભાગ લેવા માંગતા ઉમેદવારો તા.૧૩ ફેબ્રુઆરી ૨૦૨૪ થી તા.૨૨ માર્ચ ૨૦૨૪ સુધી www.joinindianarmy.nic.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતીની વધુ માહિતી ઉમેદવારો www.joinindianarmy.nic.in લીંક પર તેમજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, નર્મદાનો રૂબરૂ સંપર્ક કરીને મેળવી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

fashion

સંબંધિત સમાચાર

travel