મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

અમદાવાદ રેલવે સ્ટેશન પર RPFની મોટી કાર્યવાહી: 6 ઓટો જપ્ત

અમદાવાદ રેલવે સ્ટેશન પર RPFએ ઓટો ચાલકો સામે કાર્યવાહી કરી – c, મુસાફરોને રાહત.

અમદાવાદ રેલવે સ્ટેશન પર RPFની મોટી કાર્યવાહી: 6 ઓટો જપ્ત

પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર ઓટો ચાલકો દ્વારા મુસાફરો સાથે અભદ્ર વર્તન કરવું તથા નિર્ધારિત દરો કરતાં વધુ ભાડું વસૂલવા અંગે સતત ફરિયાદો મળી રહી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈ રેલવે સુરક્ષા બલ (RPF) અમદાવાદ દ્વારા સમયાંતરે અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ જ ક્રમમાં આજે તા. 04.01.2025ના રોજ રેલવે સુરક્ષા બલ, અમદાવાદ દ્વારા વિશેષ અભિયાન ચલાવી નિયમોનું ઉલ્લંઘન કરનાર ઓટો ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી. આ કાર્યવાહી દરમિયાન કુલ 6 ઓટો ચાલકોના ઓટો જપ્ત કરવામાં આવ્યા તથા સંબંધિત ઓટો ચાલકો સામે રેલવે અધિનિયમની જોગવાઈઓ હેઠળ જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી.

રેલવે સુરક્ષા બલ, અમદાવાદ મુસાફરોની સુરક્ષા, સન્માન અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. ભવિષ્યમાં પણ મુસાફરોને કોઈપણ પ્રકારની અસુવિધા અથવા અનિયમિતતા ન થાય તે માટે આવા કેસોમાં કડક નજર રાખવામાં આવશે અને જરૂરીયાત અનુસાર કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.

fashion

સંબંધિત સમાચાર

travel