શેરબજારમાં ઘટાડો ચાલુ છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે બજારમાં વેચવાલી ચાલુ છે. શેરબજારમાં આજે સતત પાંચમા દિવસે કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ લગભગ 1 ટકા ઘટ્યા છે. સેન્સેક્સ 522.82 પોઈન્ટ અથવા 0.81 ટકા ઘટીને 64,049.06 પર બંધ થયો હતો. બજારમાં ઘટાડાને કારણે રોકાણકારોને 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
ટ્રેડિંગ દરમિયાન એક સમયે સેન્સેક્સ ઇન્ડેક્સ 659.72 પોઇન્ટ અથવા 1.02 ટકા ઘટીને 63,912.16 પોઇન્ટ પર હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો ઈન્ડેક્સ નિફ્ટી પણ 159.60 પોઈન્ટ અથવા 0.83 ટકા ઘટીને 19,122.15 પોઈન્ટ પર આવી ગયો છે.
માર્કેટ કેપ કેટલું ઘટ્યું?
BSEના માર્કેટ કેપમાં રૂ. 2.03 લાખ કરોડનો ઘટાડો થયો છે. સોમવારે BSEનું એમ-કેપ રૂ. 3,11,30,724.40 કરોડ હતું, જે આજે બજાર બંધ થતાં વધીને રૂ. 3,09,26,846.62 કરોડ થયું હતું.
કયા શેરોમાં ખરીદી અને ઘટાડો થયો?
સેન્સેક્સમાં સમાવિષ્ટ કંપનીઓમાં ઈન્ફોસિસ, ભારતી એરટેલ, એનટીપીસી, ટાટા મોટર્સ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ટેક મહિન્દ્રા, ટાઇટન અને એક્સિસ બેંકમાં મોટો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય ટાટા સ્ટીલ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ અને નેસ્લેના શેર ઉછાળા સાથે બંધ થયા હતા.


