મુખ્ય સામગ્રી પર જાઓ

સેમસંગ ઇન્ડિયાએ નવા ગેલેક્સી અલ્ટ્રા2 અને વોચ9 માટે આકર્ષક પ્રી-ઓર્ડર ઓફરની જાહેરાત કરી

હમણાં જ ઓર્ડર કરો અને શાનદાર ડીલ્સનો લાભ લોઃ મલ્ટિબાય સાથે INR 9500 સુધીનું ડિસ્કાઉન્ટ, INR 1500ના મૂલ્યના રિડીમેબલ કૂપન્સ, INR 3500 સુધીનું અપગ્રેડ ડિસ્કાઉન્ટ, INR 3500 સુધીનું બેંક કેશબેક અને 0% ડાઉન પેમેન્ટ સાથે 24-મહિનાના નો-કોસ્ટ EMI.

સેમસંગ ઇન્ડિયાએ નવા ગેલેક્સી અલ્ટ્રા2 અને વોચ9 માટે આકર્ષક પ્રી-ઓર્ડર ઓફરની જાહેરાત કરી

ગુરુગ્રામ : સેમસંગે જાહેરાત કરી છે કે તેની વોચ લાઇનઅપમાં નવીનતમ ઉમેરા ગેલેક્સી વોચ અલ્ટ્રા2 અને ગેલેક્સી વોચ9 ભારતમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે. બંને મોડેલો 24/7 પહેરવાની ક્ષમતા અને સતત આરોગ્ય દેખરેખને ટેકો આપવા માટે રચાયા છે. તે ઊંઘ, પ્રવૃત્તિ, રક્તવાહિની સ્વાસ્થ્ય અને રિકવરીમાં આરોગ્ય ડેટાને કાર્યક્ષમ માર્ગદર્શનમાં રૂપાંતરિત કરે છે.

"અમારું લક્ષ્ય એ છે કે AIની શક્તિનો ઉપયોગ કરીને ભવિષ્યનું નિર્માણ કરવામાં આવે, જ્યાં આરોગ્ય સંભાળ નિવારક, સતત અને વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ હોય. ગેલેક્સી વોચ અલ્ટ્રા2 અને ગેલેક્સી વોચ9 આ દ્રષ્ટિકોણને મૂર્તિમંત કરે છે, જે અદ્યતન આરોગ્ય ટ્રેકિંગ સુવિધાઓ પ્રદાન કરે છે. વપરાશકર્તાઓ માટે વિશ્વસનીય સાથી તરીકે કાર્ય કરે છે, તેમની સ્વાસ્થ્ય યાત્રાને ટેકો આપવા માટે સક્રિય આંતરદ્રષ્ટિ અને સમયસર ચેતવણીઓ પ્રદાન કરે છે," એમ સેમસંગ ઇન્ડિયાના એમએક્સ બિઝનેસના વાઇસ પ્રેસિડેન્ટ આદિત્ય બબ્બરે જણાવ્યું હતું.

ગેલેક્સી વોચ અલ્ટ્રા2 આઉટડોર એથ્લીટ્સને લક્ષ્ય બનાવે છે

ગેલેક્સી વોચ અલ્ટ્રા2 સેમસંગની અત્યાર સુધીની સૌથી સક્ષમ સ્માર્ટવોચ છે, જે એવા વપરાશકર્તાઓ માટે છે જેઓ બહાર નોંધપાત્ર સમય વિતાવે છે અથવા એન્ડ્યુરન્સ રમતોમાં ભાગ લે છે. તે ટ્રેઇલ રનિંગ અને ડાઇવિંગ સહિતની પ્રવૃત્તિઓ માટે વિશિષ્ટ ટ્રેકિંગ મોડ્સ સાથે મજબૂત ઘડતરને જોડે છે.

નવું ટ્રેઇલ રન ફીચર ઊંચાઇ, ચઢાણમાં પ્રગતિ અને ભૂપ્રદેશની અસરને માપે છે, જેથી દોડવીરોને તેમની ગતિનું સંચાલન કરવામાં મદદ મળે છે. મોજૂદ સ્વેટ લોસ વિશિષ્ટતામાં નવો ઉમેરો ન્યુટ્રિશન એલર્ટ શરીરના વજન સંબંધિત સ્વેટ લોસનું માપન કરીને હાઈડ્રેશનની જરૂરતોનો અંદાજ લગાવે છે.

ગેલેક્સી વોચ અલ્ટ્રા2 પ્રોફેશનલ ડાઇવિંગ સપોર્ટ પણ ઉમેરે છે. IP69K, 10 ATM અને EN13319 પ્રમાણિત વોચ ડૂબી જાય ત્યારે આપમેળે ઊંડાણ, ડાઇવ સમય અને પાણીનું તાપમાન નોંધ કરે છે. વિશ્વની અગ્રણી ડાઇવિંગ સાધનો બ્રાન્ડ મેર્સ સાથે વિકસાવવામાં આવેલું અલ્ટ્રા2 ડાઇવિંગ એપ્લિકેશન (આ વર્ષના અંતમાં ઉપલબ્ધ થવાની અપેક્ષા) દ્વારા તે ચઢાણ અને ઉતરાણની ગતિ અને સલામત ડાઇવ સમયમર્યાદા સહિત ડાઇવ મેટ્રિક્સ પણ પ્રદાન કરે છે.

ગેલેક્સી વોચ અલ્ટ્રા2માં 800mAh બેટરી છે, જે અગાઉના અલ્ટ્રા મોડેલ કરતાં ક્ષમતામાં 35% વધારો દર્શાવે છે. તે ક્વેલ્કોમના નવીનતમ સ્નેપડ્રેગન એલિટ પ્લેટફોર્મ દ્વારા સંચાલિત છે અને બહારની દ્રશ્યતામાં સુધારો કરવા માટે 5000 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ માટે સક્ષમ ડિસ્પ્લે રજૂ કરે છે.

વોચ તેના શોક- રેઝિસ્ટન્ટ ટાઇટેનિયમ નિર્માણને જાળવી રાખે છે, જ્યારે પાતળી ડિઝાઇન રજૂ કરે છે; મોટી બેટરી હોવા છતાં આંતરિક રિ-એન્જિનિયરિંગે ગત પેઢીની તુલનામાં જાડાઈમાં 12% ઘટાડો કર્યો છે.

સતત વૅર દરમિયાન આરામ સુધારવા માટે નરમ, હળવા બેન્ડ ડિઝાઇન કરવામાં આવ્યા છે. ગેલેક્સી વોચ અલ્ટ્રા2 ટાઇટેનિયમ સિલ્વર અને ટાઇટેનિયમ ગ્રેમાં 47mm કદમાં ઉપલબ્ધ થશે.

ગેલેક્સી વોચ9 રોજિંદા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે

ગેલેક્સી વોચ9ને સેમસંગની રોજિંદા સ્માર્ટવોચ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં આરામ, લાંબી બેટરી લાઇફ અને સતત આરોગ્ય ટ્રેકિંગ પર ભાર મૂકવામાં આવે છે.

આ વોચમાં સેમસંગના કુશન- આકારની ડિઝાઇનને જાળવી રાખીને એલ્યુમિનિયમ કેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુધારિત ફિટ અને બદલી શકાય તેવા સોફ્ટ-ટચ બેન્ડનો હેતુ લાંબા સમય સુધી પહેરવા દરમિયાન આરામ વધારવાનો છે.

ગેલેક્સી વોચ9 ક્વેલ્કોમના સ્નેપડ્રેગન એલિટ પ્લેટફોર્મ દ્વારા સંચાલિત છે અને તેમાં 40mm વેરિયન્ટમાં 390mAh બેટરી અને 44mm વેરિયન્ટમાં 445mAh બેટરીનો સમાવેશ થાય છે, જે દિવસભર કામ કરે છે. તેનું ડિસ્પ્લે 3000 નિટ્સ સુધીની તેજ સુધી પહોંચે છે, જે તેજસ્વી સ્થિતિમાં માહિતી જોવાનું સરળ બનાવે છે.

ઘડિયાળ 40mm અને 44mm આકારમાં ઉપલબ્ધ હશે. 40mm મોડેલ ગ્રેફાઇટ અને ક્રીમમાં આવે છે, જ્યારે 44mm વર્ઝન ગ્રેફાઇટ અને સિલ્વરમાં ઓફર કરવામાં આવે છે.

AI હેલ્થ મોનિટરિંગનો વિસ્તાર કરે છે

સેમસંગે બંને વોચમાં AI-સંચાલિત આરોગ્ય સુવિધાઓની નવી પેઢી ઉમેરી છે. બાયોસેન્સર્સ સતત જીવનશૈલી અને બાયોમેટ્રિક ડેટા એકત્રિત કરે છે, જ્યારે AI મોડેલો તે માહિતીને વ્યવહારુ આરોગ્ય માર્ગદર્શનમાં રૂપાંતરિત કરે છે.

નવી ક્ષમતાઓ સેમસંગના નિવારક સ્વાસ્થ્ય અભિગમ પર આધારિત છે, જે રોજિંદા સ્વાસ્થ્ય ડેટાને વિશ્વપ્રસિદ્ધ યુનિવર્સિટીઓ અને તબીબી સંસ્થાઓ સાથે હાથ ધરવામાં આવેલા ક્લિનિકલ સંશોધન સાથે જોડીને બનાવવામાં આવે છે. નવી સુવિધાઓમાં સામેલ છે:

• વાઇટલ્સ, જે ઊંઘ દરમિયાન વપરાશકર્તાના સ્વાસ્થ્ય આધારરેખાનું નિરીક્ષણ કરે છે અને તેમને નોંધપાત્ર ફેરફારો પ્રત્યે ચેતવણી આપે છે.

• હાર્ટ હેલ્થ સ્કોર, જે વ્યક્તિગત જીવનશૈલી ભલામણો સાથે કાર્ડિયોવેસ્ક્યુલર વેલનેસ સ્કોર પ્રદાન કરે છે.

• દૈનિક કાર્ડિયો લોડ, જે વપરાશકર્તાઓને વર્કઆઉટ તીવ્રતા અને રિકવરીનું સંચાલન કરવામાં મદદ કરે છે.

• ફિટનેસ ઇન્ડેક્સ, જે વ્યક્તિગત લક્ષ્યો સાથે શારીરિક શક્તિ અને ફિટનેસનું વ્યાપક મૂલ્યાંકન પ્રદાન કરે છે.

• હીયરિંગ, જે વપરાશકર્તાઓને સંભવિત અસુરક્ષિત અવાજ સ્તર વિશે ચેતવણી આપે છે અને સુનાવણી અહેવાલો પ્રદાન કરે છે.

આ સુવિધાઓ વપરાશકર્તાઓને તેમના સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજવામાં અને અલગ માપને બદલે લાંબા ગાળાનાં વલણના આધારે જાણકાર નિર્ણયો લેવામાં મદદ કરવા માટે રચાયા છે.

નવા બેન્ડ વિકલ્પો

સેમસંગ બંને વોચ પરિવારો માટે નવા બેન્ડ પણ રજૂ કરી રહી છે.

ગેલેક્સી વોચ અલ્ટ્રા2ને વિવિધ આઉટડોર પ્રવૃત્તિઓ માટે રચાયેલી સમર્પિત શ્રેણી પ્રાપ્ત થાય છે:

• વોટર સ્પોર્ટ્સ અને ડિમાન્ડિંગ આઉટડોર પરિસ્થિતિઓ માટે મરીન બેન્ડ.

• પીકફોર્મ બેન્ડ, એક હાઇબ્રિડ- મટીરિયલ વિકલ્પ જે એથ્લેટિક પ્રદર્શન સાથે ભવ્યતાને સંતુલિત કરે છે.

• ટ્રેઇલ બેન્ડ, દોડવા અને અન્ય એન્ડ્યુરન્સ પ્રવૃત્તિઓ માટે રચાયેલા બ્રીધેબલ ફેબ્રિક બેન્ડ છે.

ગેલેક્સી વોચ9 જીવનશૈલી- કેન્દ્રિત બેન્ડની વિશાળ શ્રેણી ધરાવે છે:

• રોજિંદા ફિટનેસ અને સામાન્ય ઉપયોગ માટે સ્પોર્ટ્સ બેન્ડ.

• મિસ્ટી બેન્ડ, બે-ટોન ફિનિશ સાથે સોફ્ટ સિલિકોનથી બનેલો છે.

• ફેબ્રિક બેન્ડ, હળવા વજનના આરામ માટે રચાયા છે, જેથી રાતભર પહેરી શકાય છે.

ઉપલબ્ધતા

ગેલેક્સી વોચ અલ્ટ્રા2 અને ગેલેક્સી વોચ9 22 જુલાઈથી પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે. 7 ઓગસ્ટથી ઉપલબ્ધ થશે. સેમસંગ કેર+ સપોર્ટનો પણ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે, જે ગ્રાહકો Samsung.com દ્વારા નના ગેલેક્સી વોચ ખરીદે છે અને માસિક સેમસંગ કેર+ પ્લાનમાં નોંધણી કરાવે છે તેમને કોઈ વધારાના ખર્ચ વિના પ્રથમ ત્રણ મહિનાનું કવરેજ મળશે. સુસંગત ગેલેક્સી સ્માર્ટફોન પર One UI 9 ચલાવતા વપરાશકર્તાઓ વોરંટી અને કેર મેનુ દ્વારા સીધા જ સેમસંગ કેર+ને મેનેજ કરી શકશે, જે વોરંટી માહિતી, સ્વ-નિદાન, સમારકામ વિનંતીઓ અને રિમોટ સપોર્ટની ઍક્સેસ પ્રદાન કરે છે.

Tags: સેમસંગ ઇન્ડિયાએ નવા ગેલેક્સી અલ્ટ્રા2 અને વોચ9

સંબંધિત સમાચાર