ગુરુગ્રામ : સેમસંગે તેના ગેલેક્સી A27 5Gનું વેચાણ શરૂ કર્યાની ઘોષણા કરી છે, જે હવે સેમસંગ આઉટલેટ્સ, પાર્ટનર સ્ટોર્સ, Samsung.com અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. આ સ્માર્ટફોન ત્રણ રંગોમાં ઉપલબ્ધ છે - આછો લીલો, આછો ગુલાબી અને કાળો - અને ત્રણ મેમરી વેરિયન્ટમાં: 6GB+128GB, 8GB+128GB અને 8GB+256GBનો સમાવેશ થાય છે, જેની કિંમતો ₹28999થી શરૂ થાય છે. આ સાથે ₹3000 સુધીના કેશબેક્સ અને ઝીરો ડાઉન-પેમેન્ટનો લાભ મળી શકશે.
Galaxy A27 5Gમાં 6.7-ઇંચ, 120Hz સુપર AMOLED ડિસ્પ્લે છે જે કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ વિક્ટસ ®+ દ્વારા સુરક્ષિત છે અને તે 4nm સ્નેપડ્રેગન® 6 Gen 3 મોબાઇલ પ્લેટફોર્મ દ્વારા સંચાલિત છે જે UFS 3.1 સ્ટોરેજ અને સરળ મલ્ટીટાસ્કિંગ અને ગેમિંગ માટે LPDDR5X RAM સાથે છે.
તેના ટ્રિપલ કેમેરા સેટઅપમાં 4K રેકોર્ડિંગ સાથે 50MP OIS મુખ્ય કેમેરા, 5MP અલ્ટ્રાવાઇડ લેન્સ અને 2MP મેક્રો કેમેરાનો સમાવેશ થાય છે, જે ઑબ્જેક્ટ ઇરેઝર, એડિટ સજેશન્સ અને માય ફિલ્ટર જેવા AI ટૂલ્સ દ્વારા સપોર્ટેડ છે. 12MP ફ્રન્ટ કેમેરા ઉચ્ચ-ગુણવત્તાવાળા વિડિઓ કૉલ્સ અને પોટ્રેઈટ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
ગેલેકસી A27 5G ગૂગલ સાથે સર્કલ ટુ સર્ચ, 22 ભાષાઓમાં રિયલ -ટાઇમ વૉઇસ ટ્રાન્સક્રિપ્શન અને ગૂગલ જેમિની અને પર્પ્લેક્સિટી સાથે એકીકરણ પણ પ્રદાન કરે છે. વધુમાં Bixby ઉપકરણ સેટિંગ્સના કુદરતી-ભાષા નિયંત્રણને મંજૂરી આપે છે, જ્યારે લાઇવ ટ્રાન્સક્રિપ્શન અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં કૉલ્સને સપોર્ટ કરે છે.
ગેલેક્સી A27 5G 5000mAh બેટરી, છ વર્ષના એન્ડ્રોઈલ OS અને સુરક્ષા અપડેટ્સ અને સેમસંગ Knox સુરક્ષા દ્વારા સમર્થિત છે. સેમસંગ વોલેટ ટેપ એન્ડ પે, UPI ચુકવણીઓ અને ડિજિટલ IDના સુરક્ષિત સંગ્રહને સક્ષમ કરે છે.