મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

ચોંકાવનારી ઘટના : સ્ટુડિયો ઓપરેટરે એક પરિણીત મહિલા પર શરમાવે તેવું કૃત્ય કર્યું

મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક સ્ટુડિયો ઓપરેટરે એક પરિણીત મહિલા પર શરમાવે તેવું કૃત્ય કર્યું  અને તેને ધમકી આપી.

ચોંકાવનારી ઘટના :   સ્ટુડિયો ઓપરેટરે એક પરિણીત મહિલા પર શરમાવે તેવું કૃત્ય કર્યું

મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક સ્ટુડિયો ઓપરેટરે એક પરિણીત મહિલા પર બળાત્કાર કર્યો અને તેને ધમકી આપી. આ ઘટના સાત વર્ષ પહેલા સુદામા નગરમાં બની હતી, જ્યારે મહિલાએ સ્ટુડિયો ઓપરેટર ઋષભ ચંદેરીવાલ સાથે મિત્રતા કરી હતી.

પોલીસમાં ફરિયાદ નોંધાવતી વખતે મહિલાએ જણાવ્યું કે ઋષભે તેને કોલ્ડ ડ્રિંકમાં નશીલા પદાર્થ ભેળવીને બેભાન કરી અને પછી તેની સાથે બળાત્કાર કર્યો. આ પછી, આરોપીએ મહિલા પર વારંવાર બળાત્કાર કરવાનું ચાલુ રાખ્યું અને તેને ખાતરી આપી કે તે તેની સાથે લગ્ન કરશે. રિષભે મહિલા પર તેના પતિને છૂટાછેડા આપવાનું દબાણ કર્યું અને તેને પોતાના ઘરે બોલાવી તેની સાથે બળાત્કાર ગુજાર્યો.

આ સાથે મહિલાને એવી ધમકી પણ આપવામાં આવી હતી કે જો તે પોલીસમાં ફરિયાદ કરશે તો આરોપી તેના ચહેરા પર એસિડ ફેંકશે. મહિલાના જણાવ્યા મુજબ, ઋષભ અને તેના પરિવારે તેને લગ્નની લાલચ પણ આપી, જેના કારણે તેણી તેના પર વધુ વિશ્વાસ કરતી હતી.

આ મામલો ગંભીર છે અને પોલીસે તેના પર કાર્યવાહી શરૂ કરી છે. આરોપીની શોધખોળ ચાલુ છે અને ટૂંક સમયમાં તેને પકડવાના પ્રયાસો હાથ ધરાયા છે.

fashion

સંબંધિત સમાચાર

travel