મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

શૂલિની યુનિવર્સિટી ખાનગી ભારતીય યુનિવર્સિટીઓમાં યુનિવર્સિટી ઓફ મેલબોર્નની પ્રથમ ડ્યુઅલ- ડિગ્રી પાર્ટનર બની

લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ મેલબોર્ન યુનિવર્સિટીમાં સાયન્સમાં માસ્ટર્સ પૂર્ણ કરીને વધારાના એક વર્ષ માટે અભ્યાસ લંબાવી શકે છે અને ઓસ્ટ્રેલિયન સરકારના માપદંડોને પૂર્ણ કરીને ઓસ્ટ્રેલિયામાં પોસ્ટ-સ્ટડી વર્ક રાઈટ્સ માટે અરજી કરવાની તક મેળવી શકે છે

શૂલિની યુનિવર્સિટી ખાનગી ભારતીય યુનિવર્સિટીઓમાં યુનિવર્સિટી ઓફ મેલબોર્નની પ્રથમ ડ્યુઅલ-  ડિગ્રી પાર્ટનર બની

એક અભૂતપૂર્વ ડ્યુઅલ-ડિગ્રી ભાગીદારીમાં ભારતની ટોચની ક્રમાંકિત ખાનગી યુનિવર્સિટી એવી શૂલિની યુનિવર્સિટીએ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓફ મેલબોર્ન સાથે હાથ મિલાવ્યા છે જેનાથી ભારતીય વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય શિક્ષણ માટેની અપ્રતિમ તકો પ્રાપ્ત થશે. આ જોડાણથી ભારતની ખાનગી યુનિવર્સિટી સાથે યુનિવર્સિટી ઓફ મેલબોર્ન સૌપ્રથમ વખત ડ્યુઅલ-ડિગ્રી સહયોગ સાધી રહી છે જે શૂલિની યુનિવર્સિટીના અસાધારણ લાયકાત અને પ્રતિષ્ઠા દર્શાવે છે.

પ્રતિષ્ઠિત ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ દ્વારા શૂલિની યુનિવર્સિટીને ભારતની પ્રથમ ક્રમની ખાનગી યુનિવર્સિટી તથા સમગ્ર દેશની એકંદરે બીજા ક્રમની યુનિવર્સિટી તરીકે માન્યતા આપવામાં આવી છે. યુનિવર્સિટી ઓફ મેલબોર્ન ઓસ્ટ્રેલિયાની અગ્રણી યુનિવર્સિટી તરીકે નામના ધરાવે છે જેમાં તેમના દેશમાં પ્રથમ ક્રમે તથા વિશ્વભરમાં 34મા ક્રમે છે. બંને યુનિવર્સિટીઓ વચ્ચે આ ભાગીદારી શૈક્ષણિક શ્રેષ્ઠતા અને નવીનતા માટે એક નવું ધોરણ નક્કી કરે છે.

બેચલર ઓફ સાયન્સ એડવાન્સ્ડ (ઓનર્સ)થી શરૂ થતો ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ વિદ્યાર્થીઓને વિશ્વ- કક્ષાનો અભ્યાસક્રમ પૂરો પાડે છે અને ખરા વૈશ્વિક શિક્ષણના અનુભવ માટે દરવાજા ખોલે છે. આ સીમાચિહ્નરૂપ કરાર હેઠળ ભારતીય વિદ્યાર્થીઓને ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામનો અનોખો લાભ મળે છે, જેનાથી તેઓ ભારતમાં રહીને તથા યુનિવર્સિટી ઓફ મેલબોર્નમાં એમ બંને સ્થળેથી સાયન્સમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસ કરી શકે છે. પરિવર્તનની આ યાત્રા શૂલિની યુનિવર્સિટીમાં બે વર્ષ સાથે શરૂ થાય છે, ત્યારબાદ મેલબોર્નમાં બે વર્ષનો અભ્યાસ કરવાનો રહે છે. ત્રીજા અને ચોથા વર્ષોમાં વિદ્યાર્થીઓ કૃષિ, ટકાઉપણું અને પર્યાવરણ, બાયોસાયન્સિસ અને કમ્પ્યુટર સાયન્સ સહિત વિવિધ અભ્યાસક્રમોમાંથી પસંદગી કરી શકે છે જે ખરેખર વૈશ્વિક શિક્ષણનો અનુભવ પ્રદાન કરે છે. 

આ ભાગીદારી માટે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં પ્રોફેસર અતુલ ખોસલા, વાઇસ-ચાન્સેલર, શૂલિની યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, અમે અમારા અસાધારણ અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે અભ્યાસ કરવાની ઉચ્ચ તકો પૂરી પાડવા માટે રોમાંચિત છીએ. યુનિવર્સિટી ઓફ મેલબોર્ન સાથેનો આ સહયોગ શૂલિની યુનિવર્સિટીની વૈશ્વિક સ્થિતિને એક વિશ્વ કક્ષાની સંસ્થા તરીકે રેખાંકિત કરે છે. આ ઉપરાંત તે અમારા વિદ્યાર્થીઓ માટે અનેક તકોના દરવાજા ખોલે છે.વધારાના લાભ તરીકે લાયક વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ઓફ મેલબોર્નમાં માસ્ટર ઓફ સાયન્સ પૂર્ણ કરીને વધારાના એક વર્ષ માટે તેમના અભ્યાસને લંબાવવાનું પસંદ કરી શકે છે. આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયન સરકારના માપદંડોને પૂર્ણ કરે તેમની પાસે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ પૂર્ણ થયા પછી પોસ્ટ-સ્ટડી વર્ક રાઈટ્સ માટે અરજી કરવાનો વિકલ્પ હશે.

યુનિવર્સિટી ઓફ મેલબોર્નના કલ્ચર એન્ડ એન્ગેજમેન્ટ વિભાગના ડેપ્યુટી વાઈસ ચાન્સેલર પ્રોફેસર માઈકલ વેસ્લીએ ઉચ્ચ સિદ્ધિ મેળવનારા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ ભાગીદારીના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને સાચા અર્થમાં વૈશ્વિક શિક્ષણ પ્રદાન કરવા અને આંતરરાષ્ટ્રીય પ્રોફેશનલ નેટવર્ક ઊભું કરવાની તક પૂરી પાડવા અમે શૂલિની યુનિવર્સિટી સાથે કામ કરીને ખુશી અનુભવીએ છીએ. આ ભાગીદારી ટોચની ભારતીય યુનિવર્સિટીઓ સાથે લાંબા  ગાળાના સહયોગ અને ભારતીય વિદ્યાર્થીઓને વિશ્વભરમાં ફેલાયેલા અમારા પાંચ લાખ જેટલા
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના વિશાળ નેટવર્ક સાથે જોડવા માટેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

આ પ્રોગ્રામનો અભ્યાસક્રમ યુનિવર્સિટી ઓફ મેલબોર્ન દ્વારા માન્ય કરાયેલા સખત માપદંડોને દર્શાવે છે. આ ઉપરાંત શૂલિની યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બર્સ પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે મેલબોર્નની
મુલાકાત લેશે જે બંને સંસ્થાઓ વચ્ચે જ્ઞાનના વધુ વિનિમયને પ્રોત્સાહન આપશે. શૂલિની યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ મેલબોર્ન સાથે મળીને ભારતીય વિદ્યાર્થીઓ માટે અસાધારણ વૈશ્વિક શિક્ષણ મેળવવાનો માર્ગ મોકળો કરી રહ્યા છે જે આજના એકબીજા સાથે જોડાયેલા વિશ્વમાં વિકાસ કરવા માટે તૈયાર ઉચ્ચ કુશળ વ્યાવસાયિકોની નવી પેઢીને ઉત્તેજન આપે છે.

ગત સપ્તાહે યોજાયેલી એક મીટિંગમાં આ મહત્વપૂર્ણ ભાગીદારીને અંતિમ ઓપ અપાયો હતો જેમાં વાઇસ ચાન્સેલર પ્રોફેસર અતુલ ખોસલાના નેતૃત્વમાં શૂલિની યુનિવર્સિટીનું ડેલિગેશન અને ટ્રસ્ટી તથા એડમિશન ડિરેક્ટર અવની ખોસલા, ડીન, રિસર્ચ ડો. સૌરભ કુલશ્રેષ્ઠ અને એસોસિયેટ ડિરેક્ટર ડો. રોઝી ધનતા તથા યુનિવર્સિટી ઓફ મેલબોર્નના ડેપ્યુટી વાઈસ ચાન્સેલર-ગ્લોબલ, કલ્ચર એન્ડ એન્ગેજમેન્ટ પ્રોફેસર માઈકલ વેસ્લી સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકે એક સહયોગ માટે માર્ગ મોકળો કર્યો જેનાથી પરસ્પર રીતે યુનિવર્સિટીઓ અને તેમના વિદ્યાર્થીઓ બંનેને લાભ થશે.

 

fashion

સંબંધિત સમાચાર

travel