મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

SP વિશાખા ડબરાલના હસ્તે નર્મદા જિલ્લા સ્તરની મેગા સ્પોર્ટ્સ સ્પર્ધાનો પ્રારંભ

નર્મદા જિલ્લામાં SP વિશાખા ડબરાલના હસ્તે રાજપીપલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા કક્ષાની શૂટિંગ-વોલીબોલ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ. યુવાનોને રાજ્ય સ્તરે ચમકવાની તક!

SP વિશાખા ડબરાલના હસ્તે નર્મદા જિલ્લા સ્તરની મેગા સ્પોર્ટ્સ સ્પર્ધાનો પ્રારંભ

રાજપીપલા : રાજપીપલા સ્પોર્ટ્સ સંકુલ (ધાબા ગ્રાઉન્ડ) ખાતે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ - ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત તેમજ નર્મદા જિલ્લા રમત
ગમત કચેરી દ્વારા જિલ્લા કક્ષાની શૂટિંગ અને વોલીબોલ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિશાખા ડબરાલ દ્વારા ખુલ્લી મુકવામાં આવેલી જિલ્લા સ્તરની આ રમતનો આશય જિલ્લાના રમતવીરો યુવાનોમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટમાં વૃદ્ધિ કરવા, પ્રતિભાશાળી ખેલાડીઓને તક આપવા અને રાજ્ય સ્તરે આગળ વધવા માટેનું મંચ ઉપલબ્ધ કરાવવાનો હતો.

કાર્યક્રમમાં જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી દિનેશભાઇ ભીલ, રમતગમત વિભાગના અધિકારીઓ, કોચ, ખેલાડીઓ તથા રમતપ્રેમીઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં.

fashion

સંબંધિત સમાચાર

travel