મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

કોચી યુનિવર્સિટીના સોંગ ફેસ્ટિવલમાં નાસભાગ, 4ના મોત, અનેક ઘાયલ

કોચી યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં ચાલી રહેલા ટેક ફેસ્ટ દરમિયાન નાસભાગમાં ચાર લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલાઓમાં બે છોકરીઓનો સમાવેશ થાય છે.

કોચી યુનિવર્સિટીના સોંગ ફેસ્ટિવલમાં નાસભાગ, 4ના મોત, અનેક ઘાયલ

કોચી યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં ચાલી રહેલા ટેક ફેસ્ટ દરમિયાન નાસભાગમાં ચાર લોકોના મોત થયા હતા અને 46 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ટેક ફેસ્ટમાં ગીતોનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો.
મૃતકોમાં બે છોકરીઓ અને બે છોકરાઓનો સમાવેશ થાય છે. હજુ સુધી મૃતકની ઓળખ જાહેર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીની એન્જિનિયરિંગ કોલેજમાં 2000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

ધ્વનિ ભાનુશાલી કરી રહ્યા હતા પેરફોર્મ

યુનિવર્સિટીમાં ત્રણ દિવસીય ટેક ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે તેનો છેલ્લો દિવસ હતો. ગાયિકા નિકિતા ગાંધી/ધ્વની ભાનુશાલી પરફોર્મ કરી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.

આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જનું નિવેદન

દુર્ઘટના અંગે કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે, ઘાયલોની સારવાર માટે કલામસેરી મેડિકલ કોલેજમાં વ્યવસ્થા કરવામાં આવી છે. અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે છોકરા અને બે છોકરીઓનો સમાવેશ થાય છે.

વિદ્યાર્થીઓ વરસાદથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા

ઈન્ડિયા ટુડેના જણાવ્યા અનુસાર કાર્યક્રમ દરમિયાન વરસાદ પડ્યો હતો. જેના કારણે વિદ્યાર્થીઓ વરસાદથી બચવા અચાનક સ્ટેજની આગળના ભાગ તરફ દોડી ગયા હતા. જેના કારણે ભીડ વધી અને પછી નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ.

બે લોકોની હાલત ગંભીર છે

ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, એર્નાકુલમ જિલ્લા કલેક્ટર એનએસકે ઉન્મેશે જણાવ્યું કે ઘાયલોમાં બેની હાલત ગંભીર છે. ઘટનાને જોતા અમે શહેરની તમામ હોસ્પિટલોને એલર્ટ કરી દીધી છે.હાલ મૃતકોની ઓળખ થઈ નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીની અંદરના ઓપન-એર ઓડિટોરિયમમાં નાસભાગ મચી ગઈ હતી. આ કાર્યક્રમમાં અન્ય કોલેજોના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

fashion

સંબંધિત સમાચાર

travel