રાજપીપલા : આરટીઓ રાજપીપલાની કચેરી દ્વારા તા. ૦૧/૦૧/૨૦૨૬ થી ૨૯/૦૧/૨૦૨૬ દરમિયાન વાહનોમાં અનઅધિકૃત રીતે અતિ તીવ્રતા વાળી White LED હેડલાઇટ
લગાવેલા વાહનોની ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન કુલ ૯૮ વાહનો સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી તથા કુલ રૂ. ૯૮,૦૦૦/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
રસ્તા પર અન્ય વાહનચાલકોને દૃશ્યમાનતા તથા સુરક્ષાને અસર કરતી અનઅધિકૃત અને અતિ તીવ્રતા વાળી લાઇટોના ઉપયોગને અટકાવવા માટે આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ પણ આ ચેકિંગ કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવેલ છે.
આથી, જે વાહનોમાં અનઅધિકૃત રીતે અતિ તીવ્રતા વાળી White LED લગાવવામાં આવેલ હશે, તેવા વાહનો સામે આર.ટી.ઓ. વિભાગ દ્વારા નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.


