મુખ્ય સામગ્રી પર જાઓ

ભાયાવદર મોટી પાનેલી ગામે સુભાષ ગિરી બાપુ રેલ્વે સ્ટેશન પાસે આંચકી ઉપડી જતા મુત્યુ પામ્યા

9મી સપ્ટેમ્બર, 2023ની મધ્યરાત્રિએ ઘડિયાળનો કાંટો વાગ્યો ત્યારે, ભાયાવદરનું અનોખું ગામ પોતાને એક ગૂંચવણભરી ગાથામાં ફસાયેલું જોવા મળ્યું. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે સુભાષ ગીરી બાપુ, એક વૃદ્ધ વયના માણસને, મોટી પાનેલી ગામમાં રેલ્વે સ્ટેશન નજીક અચાનક આંચકી આવી.

ભાયાવદર મોટી પાનેલી ગામે સુભાષ ગિરી બાપુ રેલ્વે સ્ટેશન પાસે આંચકી ઉપડી જતા મુત્યુ પામ્યા

પ્રતિનિધિ વિજય પટેલ: ભાયાવદર પોલીસ સ્ટેશન મોત નંબર ૪૧/૨૦૨૩ C.R.PC-૧૭૪ મુજબનો બનાવ આજરોજ તારીખ ૦૯/૦૯/૨૦૨૩ ના કલાક ૦૦/૧૫ વાગ્યે જાહેર થયેલ હોય જેમા ગઇ તા.૨૯/૦૮/૨૦૨૩ ના રોજ સુભાષગીરી બાપુ ઉવ. આશરે ૬૦ વર્ષ વાળા પુરૂષને મોટી પાનેલીગામે રેલ્વે સ્ટેશન પાસે અચાનક આંચકી ઉપડી જતા તેમને ઉપલેટા ખાતે સારવારમાં લઇ ગયેલ ત્યાર બાદ વધુ સારવાર અર્થે તેમને જુનાગઢ ખાતે લઇ ગયેલ અને ત્યાં દાખલ કરેલ અને તા.૦૮/૦૯/૨૦૨૩ ના રોજ સારવાર દરમ્યાન ફરજ પરના ડૉ.સાહેબએ મરણ ગયેલનું જાહેર કરેલ પરંતુ મરણ જનારનું પુરૂ નામ સરનામું કે વાલી વારસ મળી આવેલ ન હોય જેથી લાશનુ પી.એમ.જુનાગઢ ખાતે કરાવી જુનાગઢ સરકારી હોસ્પીટલ ખાતે કોલ્ડ સ્ટોરેજ મમાં રાખેલ હોય અને મરણ જનાર શરીરે પાતળા બાંધાની તથા ભગવા કલરની ઝબ્બો તથા ધોતિયું  પહેરેલ હોય જેથી મરણ જનાર બીનવારસી પુરુષના વાલીવારસની તપાસ કરવા માટે આપે ભાયાવદર પોલીસ સ્ટેશન ફોન..02826274304 પર સંપર્ક કરવા માટે જણાવાયું છે.

સંબંધિત સમાચાર