રાજપીપલા : સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે ડો.અનિલાબેન કે. પટેલની અધ્યક્ષતામાં રુસા ૧.૦ રૂસા કમ્પોનન્ટ-૯ અંતર્ગત તા. ૧૭ મી એ મહિલા સશક્તિકરણ જાગૃતિ માટે સ્વરક્ષા કરાટેની તાલીમનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જ્યાં મહિલાઓ પોતે તો પોતાની સુરક્ષા કરે તથા તેમનામાં આત્મવિશ્વાસનું સિંચન થાય તેવા આશય સાથે આ શિબિરમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અનિલાબેન કે. પટેલ કાર્યક્રમ અનુરૂપ ઉદબોધન કરીને વિદ્યાર્થીનીઓને આત્મરક્ષા અને આત્મવિશ્વાસ અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
મહિલાઓના સર્વાંગી વિકાસ અને સ્કીલ ડેવલપમેન્ટને કેન્દ્રએ રાખીને માસ્ટર ટ્રેનર શ્રી ભીમસીગભાઇ વસાવા દ્વારા કરાટે કૌશલ્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૯૨ વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા. આ તાલીમ ૧૦ દિવસ સુધી આપવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન ડો.રમેશભાઇ કે. વસાવા અને શ્રી સંજયકુમાર એસ. પરમારે કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન CWDC સેલના કૉર્ડિનેટર પ્રા.જયશ્રીબેન વસાવા સમિતિના સભ્ય પ્રા.યોગેશ્વરીબેન અને પ્રા. ગામિત કિંજલબેને કર્યુ હતુ.