મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

સિસ્કા પર્સનલ કેરે પર્સનલ ગ્રૂમિંગમાં તેના લેટેસ્ટ એડિશનમાં હેર ડ્રાયર HD1210 રજૂ કર્યું

સિસ્કા ડ્રાયર એ હેર ડ્રાઈંગ માટેનું શ્રેષ્ઠ સોલ્યુશન છે, સિસ્કાનું પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા' હેર ડ્રાયર આત્મનિર્ભર ભારત પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે

સિસ્કા પર્સનલ કેરે પર્સનલ ગ્રૂમિંગમાં તેના લેટેસ્ટ એડિશનમાં  હેર ડ્રાયર HD1210 રજૂ કર્યું

પર્સનલ કેર અને ગ્રુમિંગ ઉદ્યોગમાં અગ્રણી બ્રાન્ડ સિસ્કા પર્સનલ કેર એપ્લાયન્સીસે તાજેતરમાં તેની નવીનતમ પ્રોડક્ટ, સિસ્કા હેર ડ્રાયર HD1210 લોન્ચ કરી છે. અદ્યતન સુવિધાઓથી સજ્જ, આ પ્રોડક્ટ આધુનિક સમયના ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ
કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ તેમના ગ્રૂમિંગ ટુલ્સમાં ઉચ્ચ પ્રદર્શન અને સુવિધાની ઈચ્છા રાખે છે. નવા સિસ્કા હેર ડ્રાયર સાથે, વપરાશકર્તાઓ સહેલાઈથી તેમની ગ્રૂમિંગ રૂટિન પર નિયંત્રણ મેળવી શકે છે અને તેમના ઘરે જ આરામથી સલૂન જેવા પરિણામો પ્રાપ્ત કરી શકે છે. આ સિસ્કાનું પ્રથમ "મેડ ઇન ઇન્ડિયા" હેર ડ્રાયર છે, જે દેશના ઉત્પાદન ઉદ્યોગને ટેકો આપવા માટે બ્રાન્ડની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરે છે. આ પ્રોડક્ટ મુસાફરી માટે અનુકૂળ પણ છે, જે તે વપરાશકર્તાઓ માટે એક આદર્શ પસંદગી બનાવે છે જેઓ હંમેશા બહાર ફરતા હોય છે. 

વર્ષ 2022થી 2027 સુધીમાં વૈશ્વિક હેર ડ્રાયર માર્કેટના કદમાં 1,962.02 મિલિયન અમેરિકી ડોલર વધવાનો અંદાજ છે ત્યારે સિસ્કા નવીનતામાં મોખરે રહી છે અને તેણે સ્ટાઈલ, કામગીરી અને સગવડતાને સંયોજિત કરતા ગ્રૂમિંગ પ્રોડક્ટ્સનું સતત વિતરણ કર્યું છે. સિસ્કા હેર ડ્રાયર ટકાઉ અને અસરકારક હેર-ડ્રાઈંગ સોલ્યુશનની શોધ કરતી વ્યક્તિઓ માટે એક અદ્ભુત વિકલ્પ છે કારણ કે તે વિવિધ સુવિધાઓથી સજ્જ છે. જરૂરિયાતના આધારે બે સરળતાથી એડજસ્ટેબલ ઝડપ અને તાપમાન વિકલ્પો ઉપલબ્ધ છે. ઉપરાંત, તે 0-1-2 હીટ સેટિંગ અને વિન્ડ ઇનલેટ સાથે આવે છે, જે ગરમીની તીવ્રતાને નિયંત્રિત કરવા સક્ષમ બનાવે છે અને વધુ ગરમ થવાનું ટાળે છે. 1200 વોટનું સિસ્કા હેર ડ્રાયર 1.6m પાવર કોર્ડ, હેંગિંગ લૂપ અને સપ્લાય કોર્ડ સાથે આવે છે જે ઉપયોગમાં સરળતા માટે પૂરતી લંબાઈ ધરાવે છે. સિસ્કા હેર ડ્રાયર HD1210 ના લોન્ચ પર ટિપ્પણી કરતા, સિસ્કા ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ગુરુમુખ ઉત્તમચંદાનીએ જણાવ્યું હતું કે, “સિસ્કા હંમેશા તેની ટ્રેન્ડી અને નવીન પ્રોડક્ટ લાઇન સાથે ગ્રૂમિંગ ઉદ્યોગને પુનઃવ્યાખ્યાયિત કરવામાં અગ્રેસર રહી છે. અમારી નવીનતમ પ્રોડક્ટ સિસ્કા હેર ડ્રાયર HD1210, અત્યાધુનિક ટેક્નોલોજી, કાર્યક્ષમતા અને વપરાશકર્તાની સુવિધાનું સંપૂર્ણ મિશ્રણ છે. અમે અમારા ગ્રાહકની જરૂરિયાતોને પ્રાથમિકતા આપીએ છીએ અને
દરેક પ્રોડક્ટને તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરીએ છીએ. આ નવા લોન્ચ સાથે, અમારું લક્ષ્ય અમારા ગ્રાહકોના માવજત અનુભવને સમૃદ્ધ બનાવવા અને હેતુ આધારિત અને અર્થપૂર્ણ નવીનતા લાવવાનો છે. અમે મહિલા ગ્રૂમિંગ સેગમેન્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવાની આશા રાખીએ છીએ અને આ ફ્લેગશિપ લોન્ચ સાથે પર્સનલ કેર કેટેગરીમાં અમારી મજબૂત હાજરીને વધુ મજબૂત બનાવવાની આશા રાખીએ છીએ.” 

સિસ્કા હેર ડ્રાયર HD1210 ની મુખ્ય લાક્ષણિકતાઓ:

• ઓવર-હીટિંગ પ્રોટેક્શન સલામતીની ખાતરી કરે છે: સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સિસ્કા હેર ડ્રાયર ઓવર-હીટિંગ પ્રોટેક્શન સુવિધાથી સજ્જ છે.

• ડીટેચેબલ કોન્સેન્ટ્રેટર: સિસ્કા હેર ડ્રાયરને અલગ કરી શકાય તેવા કોન્સેન્ટ્રેટર સાથે પ્રદાન કરવામાં આવે છે જે ચોક્કસ વિસ્તારોમાં હવાના પ્રવાહને નિર્દેશિત કરવામાં મદદ કરે છે, જે ઇચ્છિત હેરસ્ટાઇલ પ્રાપ્ત કરવાનું સરળ બનાવે છે.

• ફોલ્ડ કરી શકાય તેવું હેન્ડલ: સિસ્કા હેર ડ્રાયરમાં ફોલ્ડ કરી શકાય તેવું હેન્ડલ છે, જે મુસાફરી દરમિયાન તેને સ્ટોર કરવામાં અને પોતાની સાથે લઈ જવામાં સરળ બનાવે છે

• 2 સ્પીડ/હીટ સેટિંગ: સિસ્કા હેર ડ્રાયર 2 સ્પીડ/હીટ સેટિંગ્સથી સજ્જ છે જેનાથી વધુ સારી રીતે કંટ્રોલ અને સ્ટાઇલ માટે જરૂરી હિટ મળી શકે છે.

• મેડ ઈન ઈન્ડિયા: સિસ્કા હેર ડ્રાયર ગર્વથી ભારતમાં બનેલું, ઉચ્ચ-ગુણવત્તાના ધોરણોને સુનિશ્ચિત કરે છે અને ભારતીય અર્થતંત્રના વિકાસમાં યોગદાન આપે છે. સિસ્કા હેર ડ્રાયર ઘરગથ્થુ ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તે સીધા જ AC220-
240V, 50Hz પાવર સોર્સથી કામ કરે છે. તેની ખરીદીની તારીખથી બે વર્ષનો વોરંટી પિરિયડ આપે છે અને તે જાંબલી અને ગુલાબી બે રંગોમાં ઉપલબ્ધ છે. આ પ્રોડક્ટ અગ્રણી ઓનલાઈન અને રિટેલ સ્ટોર્સ પરથી માત્ર રૂ. 1,199/-માં ખરીદી શકાય છે.

fashion

સંબંધિત સમાચાર

travel