મુખ્ય સામગ્રી પર જાઓ

તાલાલામાં AAP ના સાતેય સભ્યો અડીખમ: વેચાયા વગર એકજૂટ રહેવા બદલ પ્રવીણ રામે વ્યક્ત કર્યો ગર્વ

તાલાલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના પ્રમુખ બનતા રાજકીય ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસે ભાજપને પરોક્ષ સમર્થન આપીને તેમને સત્તામાં બેસાડ્યા છે. AAP ના ૭ સભ્યો અડીખમ રહ્યા હોવા છતાં, કોંગ્રેસે ઓફર કરેલી ઉપપ્રમુખ અને કારોબારીની જવાબદારી નકારી ભાજપને ટેકો આપતા, કોંગ્રેસ હવે ભાજપની ‘બી ટીમ’ તરીકે કામ કરતી હોવાનું નિવેદન આપ્યું છે.

તાલાલામાં AAP ના સાતેય સભ્યો અડીખમ: વેચાયા વગર એકજૂટ રહેવા બદલ પ્રવીણ રામે વ્યક્ત કર્યો ગર્વ

અમદાવાદ / જૂનાગઢ / ગુજરાત : આમ આદમી પાર્ટી પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે આજે તાલાલા તાલુકા પંચાયતની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ રહી છે. તાલાલા તાલુકા પંચાયતની અંદર આમ આદમી પાર્ટીના જીતેલા સાતેય સભ્યોને લઈને અમને ગર્વ છે, કારણ કે જીત્યા ત્યારથી અનેક પ્રકારની અફવાઓ, દબાણો અને ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ આજે સાતેય સભ્યો એકસાથે ચૂંટણી પ્રક્રિયામાં ઉપસ્થિત રહ્યા છે. ક્યાંય કોઈ સભ્ય વેચાયો નથી અને ક્યાંય કોઈ દબાણમાં આવ્યો નથી. આ આમ આદમી પાર્ટીની સૌથી મોટી જીત છે અને જનતાના વિશ્વાસની પણ સૌથી મોટી જીત છે. પ્રવીણ રામે જણાવ્યું હતું કે કમનસીબે તાલાલા તાલુકા પંચાયતના પ્રમુખ પદે ભાજપ બેસી છે અને તે માત્ર કોંગ્રેસના પરોક્ષ સમર્થનના કારણે શક્ય બન્યું છે. કોંગ્રેસના માત્ર બે સભ્યો હોવા છતાં આમ આદમી પાર્ટીએ તેમને ઉપપ્રમુખ, કારોબારી અને ન્યાય સમિતિ જેવી જવાબદારીઓ આપવાની ઓફર કરી હતી, છતાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવારને સમર્થન આપ્યું નથી.

આપ નેતા પ્રવીણ રામે વધુમાં આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે ભાજપના પ્રમુખને બેસાડવામાં ઈનડાયરેક્ટલી સમર્થન આપ્યું છે અને અહીંથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ ભાજપ સાથે જોડાયેલી છે તથા કોંગ્રેસ ભાજપની ‘બી ટીમ’ તરીકે કામ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર તાલાલા અને ગુજરાતમાં આ એક સ્પષ્ટ સંદેશ ગયો છે કે કોંગ્રેસે આમ આદમી પાર્ટીને સમર્થન આપવાને બદલે ભાજપને સત્તામાં બેસાડવાનું પસંદ કર્યું છે. કોંગ્રેસે જનતાના મેન્ડેટને અવગણી ભાજપને પરોક્ષ ટેકો આપ્યો છે. કોંગ્રેસે તાલુકા પંચાયત બનાવવામાં આમ આદમી પાર્ટી સાથે રહેવાને બદલે ભાજપને ફાયદો કરાવ્યો હોય તેવી લોકમુખે ચર્ચાઓએ પણ વેગ પકડ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

આમ આદમી પાર્ટી ગુજરાત**

Tags: AAP આમ આદમી પાર્ટી (AAP) AAP GUJARAT aap news પ્રવીણ રામ

સંબંધિત સમાચાર