મુખ્ય સામગ્રી પર જાઓ

નર્મદા જિલ્લાના લાછરસ ગામનું તળાવ અમૃત સરોવર બનાવી ગ્રામજનોને સોંપાયું

નાંદોદ તાલુકાના લાછરસ ગામે આવેલ મોટું તળાવ જેને જેસીબી કંપનીના સીએસઆર ફંડમાંથી લેડી બેંમફોર્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદ દ્વારા આ તળાવને ઊંડું કરી આજુબાજુ પેવરબ્લોક ગ્રીલ લગાડી એક કિલોમીટર જેટલો વોકવે બનાવી અને સુંદર ફૂલોના વૃક્ષો વાવીને સુંદર બનાવી અમૃત સરોવર તૈયાર થયા બાદ ગ્રામજનોને સોંપવામાં આવ્યું.

નર્મદા જિલ્લાના લાછરસ ગામનું તળાવ અમૃત સરોવર બનાવી ગ્રામજનોને સોંપાયું

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેદ્ર મોદી દ્વારા દેશમાં તળાવો ને ઊંડા કરી જેનું બ્યુટીફીકેશન કરી સુંદર સ્થળ બનાવવાની યોજના અમૃત સરોવર યોજના હેઠળ નર્મદા જિલ્લામાં ઘણા ગામોમાં અમૃત સરોવર તરીકે વિકસાવવા ની કામગીરી ચાલી રહી છે ત્યારે નાંદોદ તાલુકાના લાછરસ ગામે આવેલ મોટું તળાવ જેને જેસીબી કંપનીના સીએસઆર ફંડ માંથી લેડી બેંમફોર્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદ દ્વારા આ તળાવ ને ઊંડું કરી આજુબાજુ પેવરબ્લોક ગ્રીલ લગાડી એક કિલોમીટર જેટલો વોકવે બનાવી અને સુંદર ફૂલોના વૃક્ષો વાવી ને સુંદર બનાવી અમૃત સરોવર તૈયાર થયા બાદ ગ્રામજનો ને સોંપવામાં આવ્યું જેમાં નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, ઉપ પ્રમુખ દિનેશભાઇ દેસાઇ સાથે જેસીબી, લેડી બેંમફોર્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા ગામના સરપંચ, ઉપસરપંચ સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

સંબંધિત સમાચાર