મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

કોઠંબા પોલીસ મથક વિસ્તારમાંથી ગુમ થનાર યુવતીને લોકલ ક્રાઈમ બ્રાન્ચે સાણંદ ખાતેથી શોધીને યોગ્ય કાર્યવાહી હાથ ધરી.

ચોક્કસ મળેલી માહિતીના આધારે સ્ટાફના માણસો દ્વારા વાતમી વાળા સ્થળે તપાસ કરતો જાણવાજોગના કામે ગુમ થનાર યુવતી મળી આવવા પામી હતી.

કોઠંબા પોલીસ મથક વિસ્તારમાંથી ગુમ થનાર યુવતીને લોકલ ક્રાઈમ બ્રાન્ચે સાણંદ ખાતેથી શોધીને યોગ્ય કાર્યવાહી હાથ ધરી.

 પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ વડા આરવી અન્સારી તથા મહીસાગર જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા એ ગુમ થનાર અને અપહરણ થયેલા બાળકો તથા વ્યક્તિઓને શોધવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરેલ હતું જે બાબતે મહિસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખોટ નાઓની માર્ગદર્શન અને સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસો દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી.

ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખોટની બાતમી મળેલી હતી કે કોઠંબા પોલીસ મથકના ગુમ થનાર મનિષાબેન પોપટભાઈ પટેલિયા રહેવાસી નમનાર (ટોડીયા), તાલુકો લુણાવાડા, જીલ્લો મહીસાગર જેવો હાલ અમદાવાદ જિલ્લાના સાણંદ મુકામે રહીને મજૂરી કામ કરી રહ્યા છે તેવી ચોક્કસ મળેલી માહિતીના આધારે સ્ટાફના માણસો દ્વારા વાતમી વાળા સ્થળે તપાસ કરતો જાણવાજોગના કામે ગુમ થનાર યુવતી મળી આવવા પામી હતી જેની અત્રેથી લાવી આગળની કાર્યવાહી કરવા માટે કોઠંબા પોલીસ મથકે સોંપવામાં આવી છે.

fashion

સંબંધિત સમાચાર

travel