બ્રિક્સમાં 6 નવા દેશોને સભ્યપદ મળ્યું છે. ઈરાન, આર્જેન્ટિના, ઈથોપિયા, ઈજીપ્ત, ઈરાન, યુએઈ અને સાઉદી અરેબિયાને બ્રિક્સમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે BRICS ને BRICS PLUS નામ આપવામાં આવ્યું છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસાએ જોહાનિસબર્ગમાં ચાલી રહેલી 15મી બ્રિક્સ સમિટમાં આ જાહેરાત કરી હતી.
ખરેખર, BRICS માં હાલમાં B થી બ્રાઝિલ, R થી રશિયા, I થી ભારત, C થી ચીન અને S થી દક્ષિણ આફ્રિકા સામેલ છે. હવે તેમાં વધુ 6 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે હવે BRICSમાં કુલ 11 સભ્યો હશે.
આ દેશો 1 જાન્યુઆરી, 2024થી સભ્ય બનશે
રફોસાએ કહ્યું, અમે વિસ્તરણ પ્રક્રિયાના પ્રથમ તબક્કા પર સંમત થયા છીએ અને તેના પછી અન્ય તબક્કાઓ આગળ વધશે. તેમણે કહ્યું કે હાલ માટે અમે આર્જેન્ટિના, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતને બ્રિક્સના સંપૂર્ણ સભ્ય બનવા માટે આમંત્રિત કરવાનો નિર્ણય લીધો છે. તેમની સદસ્યતા 1 જાન્યુઆરી, 2024 થી લાગુ થશે.


