મુખ્ય સામગ્રી પર જાઓ

ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ: ધારાસભ્ય મહેશભાઈ કસવાલાનું રેલ્વે અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ

સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ રેલ્વે ફાટકોને 'ફાટક મુક્ત' બનાવવા માટે ઐતિહાસિક પહેલ કરી છે. રેલ્વે અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવા અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી હજારો લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો.

ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ: ધારાસભ્ય મહેશભાઈ કસવાલાનું રેલ્વે અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ

સાવરકુંડલા : સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારની જનતાને વર્ષો જૂની ટ્રાફિક અને રેલ્વે ફાટકની સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવવા માટે સ્થાનિક ધારાસભ્યશ્રી દ્વારા એક મોટું અને પ્રશંસનીય કદમ ઉઠાવવામાં આવી  રહ્યું છે. આજ રોજ ધારાસભ્યશ્રીએ રેલ્વે વિભાગના ઉચ્ચ ટેકનિકલ અધિકારીઓ અને એન્જિનિયરોની ટીમને સાથે રાખીને સાવરકુંડલા તથા લીલીયા રેલ્વે ફાટોકોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને આ વિસ્તારોને 'ફાટક મુક્ત' બનાવવા તરફ ગંભીરતાપૂર્વક આગળ વધ્યા છે.

આ બ્રિજ નિર્માણની શક્યતાઓ  મુલાકાત દરમિયાન રેલ્વે ક્રોસિંગ પર વાહનોની દૈનિક સંખ્યા અને ટ્રાફિકની ગંભીરતાને ધ્યાને લઈ, ત્યાં ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ  બનાવવા અંગે સ્થળ પર જ ટેકનિકલ નકશાઓ સાથે સમીક્ષા કરવામાં આવી હતી.

આ ફાટકો મુક્ત થવાથી દરરોજ પસાર થતા હજારો નાગરિકો, નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને ખાસ કરીને કટોકટીના સમયે એમ્બ્યુલન્સ સેવાઓને કલાકો સુધી અટવાઈ રહેવું નહીં પડે.

આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને વહેલી તકે મંજૂરી મળે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્રના રેલ્વે મંત્રાલય વચ્ચે જરૂરી સંકલન સાધીને આગળની કાર્યવાહી યુદ્ધના ધોરણે શરૂ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

ધારાસભ્યશ્રીએ મહેશભાઈ કસવાલાએ  જણાવ્યું હતું કે મારા મતવિસ્તારના નાગરિકોની સુખાકારી, સમયની બચત અને સુરક્ષા એ મારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સાવરકુંડલા અને લીલીયાના રેલ્વે ફાટકોને કારણે વેપાર-રોજગાર અને ટ્રાફિકને મોટી અસર થતી હતી. આજે રેલ્વે પ્રશાસન સાથેની આ બેઠક અને સર્વે ખૂબ જ હકારાત્મક રહ્યા છે. અમે ખૂબ જ ટૂંક સમયમાં આ પંથકને ફાટક મુક્ત કરીને વિકાસની નવી ગતિ આપીશું."*

આ તકે સ્થાનિક અગ્રણીઓ, સામાજિક કાર્યકરો, નગરપાલિકા,જિલા પંચાયત./તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક વેપારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. જનતાની વર્ષો જૂની પીડા સમજીને તેના કાયમી નિવારણ માટે ધારાસભ્યશ્રી દ્વારા લેવાયેલા આ ત્વરિત અને સક્રિય પગલાને સમગ્ર સાવરકુંડલા-લીલીયા પંથકની જનતાએ ખુલ્લા દિલથી આવકારી આભાર વ્યક્ત કર્યો છે.

Tags: મહેશભાઈ કસવાલા સાવરકુંડલા-લીલીયા વિધાનસભા ટ્રાફિક રેલ્વે ફાટક

સંબંધિત સમાચાર