મુખ્ય સામગ્રી પર જાઓ

ડાંગ જિલ્લામાં સોશિયલ મીડિયા પર હિંદુ વિરોધી ટિપ્પણી કરવા બદલ બે લોકોની ધરપકડ

ગુજરાતના ડાંગ જિલ્લામાં સોશિયલ મીડિયા પર હિંદુ વિરોધી ટિપ્પણી કરવા બદલ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મહેશ ગિરધર આહીરે અને જીતેશે હિન્દુ સમુદાયની લાગણી દુભાય તેવા અપમાનજનક લખાણ સાથે ડો. બાબાસાહેબ આંબેડકરનો ફોટો પોસ્ટ કર્યો હતો.

ડાંગ જિલ્લામાં સોશિયલ મીડિયા પર હિંદુ વિરોધી ટિપ્પણી કરવા બદલ બે લોકોની ધરપકડ

પ્રતિનિધિ સુશીલ પવાર, ડાંગ: આહવા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરના ફોટો સાથે હિન્દુ ધર્મ વિરોધી અપમાનજનક લખાણ લખી સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરનાર 2 ઈસમો સામે પોલીસ ફરિયાદ  નોંધાઈ.ત્યારે બંને ઈસમો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભારતના બંધારણમાં દરેક ને ધાર્મિક  સ્વતંત્રતા આપવામાં આવી છે.તેમજ અન્યના ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડનાર વિરુદ્ધ પણ કાયદો ઘડવામાં આવેલ છે.ત્યારે આહવા ખાતે એક  વોટસએપ ગ્રૂપ માં (૧) મહેશ ગિરધર આહીરે (રહે. પટેલપાડા ગામ.આહવા  તા.આહવા જી.ડાંગ),(૨)જીતેશ (રહે.મોટીઝાડ દર તા.સુબીર જી.ડાંગ) એ હિન્દુ ધર્મના લોકોને ઠેસ પહોંચે એવો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. 

સોશિયલ મીડિયા પર ડો. બાબાસાહેબ આંબેડકર ના ફોટા સાથે હિન્દુ ધર્મ વિરોધી અપમાનજનક લખાણ લખી હિન્દુ દેવી-દેવતાઓ તથા દુર્ગા માતાના નવરાત્રીના તહેવાર બાબતે હિન્દુ ધર્મની લાગણી દુભાવવાના ઇરાદાથી અભદ્ર શબ્દોનું ઉચ્ચારણ કરીને લખાણ લખવામાં આવ્યુ હતુ.જેના કારણે હિન્દુ ધર્મના લોકોને આસ્થાના ઠેસ પહોંચી હતી.અને હિન્દુ ધર્મના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.જે બાદ ડાંગ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદમાં ગૌરક્ષક તરીકે ફરજ બજાવતા કેવલ સુરેશ ચૌધરી એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આહવા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી, નોટીશ ફટકારવામાં આવી હતી.જે બાદ આ બન્ને આરોપીઓ પોલીસ મથકે હાજર થયા હતા.હાલમાં પોલીસે તેમનો મોબાઈલ ફોન કબ્જે કરી એફ.એસ.એલ.માં મોકલેલ છે.ત્યારે એફ.એસ.એલ.નો રિપોર્ટમાં પુરાવા મળી આવશે તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આહવા પોલીસે સમગ્ર મામલે ઇ.પી.કો.કલમ ૧૫૩(ક),૨૯૫,૨૯૮,૧૧૪ મુજબ બંને ઈસમો સામે ફરિયાદ નોંધી છે.

સંબંધિત સમાચાર