ઉબરે ભારતભરમાં ટેકનોલોજી એનેબલ્ડ સેફ્ટી ફીચર ઓડિયો સીટબેલ્ટ રિમાઇન્ડર શરૂ કર્યું છે. ઉદ્યોગમાં પ્રથમ વાર શરૂ કરવામાં આવેલા આ ફીચરનો હેતુ પ્રવાસીની સલામતી માટે સીટબેલ્ટ પહેરવા પ્રોત્સાહન આપવાનો છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH)એ પ્રસિધ્ધ કરેલા એક અહેવાલ પ્રમાણે વર્ષ 2021માં માર્ગ અકસ્માતોમાં સીટબેલ્ટ ન પહેરવાને કારણે 16,000થી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા.
આ ફીચરમાં સવારને પ્રથમ પાંચ ઉબર ટ્રિપ્સના પ્રારંભમાં અને પછી દરેક પાંચમી ટ્રિપમાં સીટ બેલ્ટ પહેરવા એલર્ટ
કરવામાં આવશે. એક વાર સવાર ઉબર ટ્રિપ બુક કરે અને વાહનમાં પ્રવેશે પછી ડ્રાઇવરના ફોનમાં ઓડિયો રિમાઇન્ડર આવશે જેમાં પ્રવાસીને સૂચના આપવામાં આવશે કે, “તમારી સલામતી માટે રિયર (પાછળની સીટ) સીટ બેલ્ટ પહેરો. સાથે સાથે, પ્રવાસીના ફોનમાં ઇન-એપ પુશ નોટિફિકેશન આવશે, જેમાં તેને ટ્રિપ શરૂ થતાં પહેલાં સીટ બેલ્ટ પહેરવાનું યાદ અપાવવામાં આવશે.”
ભારત એવો પ્રથમ દેશ છે જ્યાં ઉબર તેનાં બેક સીટ (પાછળ બેસેલા) પ્રવાસીઓને સીટ બેલ્ટ પહેરવાની યાદ અપાવવા વોઇસ રિમાઇન્ડર અને ઇન-એપ નોટિફિકેશનનો ઉપયોગ કરી રહી છે. આ ફીચર ભારત પ્રત્યે ઉબરની પ્રતિબદ્ધતા અને ‘સેફ્ટી નેવર સ્ટોપ્સ’ની ફિલોસોફીનો ભાગ છે.
પ્રવાસીના ફોન પર પુશ નોટિફિકેશન
ઓડિયો સીટબેલ્ટ રિમાઇન્ડરનું સેમ્પલ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા માર્ગ પરિવહન અને ધોરી માર્ગ, નાગરિક ઉડ્ડયન સરકાર વિભાગના કેન્દ્રીય મંત્રી જનરલ(ડો.) વી કે સિંહે જણાવ્યું હતું કે, “છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્ક કનેક્ટિવિટી સુધારવાની દિશામાં પ્રગતિ કરી છે. આપણે માર્ગ અકસ્માતોથી થતાં મૃત્યુને ઘટાડવા માટે માર્ગ સલામતી વધે તેવા સાધનોમાં રોકાણ કરીએ એ પણ એટલું જ મહત્વનું છે. માર્ગ સલામતીની સ્થિતિ સુધારવામાં ઉબર જેવી રાઇડશેરિંગ કંપનીઓ તેમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ઓડિયો સીટબેલ્ટ રિમાઇન્ડર સકારાત્મક પગલું છે અને સીટબેલ્ટ નિયમનું પાલન કરવા પ્રોત્સાહન આપશે. અમે ઉબરને તેનાં આ પ્રયાસ બદલ અભિનંદન પાઠવીએ છીએ અને પ્લેટફોર્મ પર સલામતી સુધારવા આવું મહત્વનું કામ કરતાં રહે તે માટે શુભેચ્છા પાઠવીએ છીએ.”
આ ફીચર અંગે ટિપ્પણી કરતા ઉબર ઇન્ડિયા અને સાઉથ એશિયાના હેડ ઓફ સેફ્ટી ઓપરેશન્સ સુરજ નાયરે જણાવ્યું હતું કે, “ઉબરમાં અમે માનીએ છીએ કે સલામતી માટેનું અમારું કામ ક્યારેય અટકતું નથી અમે ટેક-એનેબલ્ડ ફીચર્સ દ્વારા પ્લેટફોર્મની સલામતી માટે સતત ઉપાય શોધતા રહીએ છીએ અને પ્રવાસીઓ અને ડ્રાઇવરોને સવારીનો સારો અનુભવ આપવા મજબૂત ટેકો આપીએ છીએ. ઓડિયો સીટબેલ્ટ રિમાઇન્ડર વધુ એક ટેકનોલોજી એનેબલ્ડ ફીચર છે, જે તમામ માટે માર્ગ સલામતી માટેની અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.”
ઉબરે તેનાં પ્લેટફોર્મ પર સલામતીને મજબૂત કરવા માટે સતત ટેક-એનેબલ્ડ સલામતી ફીચર્સ રજૂ કર્યા છે અને તમામ માટે રોડ સલામત કર્યા છે. પ્રવાસી પોતાની ટ્રિપ પોતાનાં સ્વજનો સાથે શેર કરી શકે છે અને જરૂર પડ્યે ઇન-એપ હેલ્પ સેક્શન એક્સેસ કરી શકે તેમ હોવાથી તેઓ પણ સલામતી અનુભવે છે. ઇમરજન્સીમાં ઇન-એપ ઇમરજન્સી બટનને કારણે પ્રવાસી કાનૂની અધિકારી સાથે સીધા જોડાઈ શકે છે.
ઉબર ટ્રિપ દરમિયાન અને ટ્રિપ પૂરી થયાનાં 30 મિનિટનાં સમયગાળામાં પ્રવાસી અર્જન્ટ કે નોન-ઇમરજન્સી બાબતે ઉબરની સેફ્ટી ટીમનાં પ્રતિનિધિ સાથે વાત કરી શકે તે માટે ચોવીસ કલાક સેફ્ટી હેલ્પલાઇન પણ ખોલવામાં આવી છે. ગયા વર્ષે કંપનીએ રાઇડચેક ફીચરનું વિસ્તરણ કર્યું હતું, જેમાં ટ્રિપ દરમિયાન સામાન્ય કરતાં વધુ સમય લાગે અથવા તો નિર્ધારિત જીપીએસ રુટ બદલાઈ જાય અથવા તો ટ્રિપ અચાનક બંધ થઈ જાય એ પ્રકારની કોઈ વિસંગતતા હોય તો સક્રિય રીતે ડિટેક્ટ થઈ જાય છે અને પ્રવાસીને મેસેજ મળી જાય છે, જેથી તે પોતાની સલામતી સુનિશ્ચિત કરી શકે.


