મુખ્ય સામગ્રી પર જાઓ

ઉજ્જવલા યોજનાની સબસીડીમાં ઘટાડો કરીને સરકારે ગરીબોને છેતર્યા: ડો. કરન બારોટ

ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સરકારે સબસીડીવાળા સિલિન્ડરોની સંખ્યા ઘટાડીને માત્ર 4 કરી દીધી છે. AAP નેતા ડો. કરન બારોટે આ નિર્ણયને ગરીબો સાથે છેતરપિંડી ગણાવી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. સંપૂર્ણ વિગતો અને આ યોજનાના બદલાયેલા આંકડાઓ અહીં જુઓ.

ઉજ્જવલા યોજનાની સબસીડીમાં ઘટાડો કરીને સરકારે ગરીબોને છેતર્યા: ડો. કરન બારોટ

અમદાવાદ : આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે સરકારના એક નવા ચોંકાવનારા નિર્ણય વિશે પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, સરકારે એક નવું એનાઉન્સમેન્ટ કર્યું છે. ઉજ્વલા યોજના અંતર્ગત જે સબસીડી મળે છે એ સબસીડીમાં ઘટાડો કરીને સરકારે લોકો સાથે છેતરપિંડી કરી છે. 2016માં વર્ષે 12 સિલિન્ડરની સબસીડી મળતી હતી, 2025માં નવ સિલિન્ડરની મળતી હતી અને હવે 2026માં આ સબસીડી ઘટાડીને 4 સિલિન્ડર કરી દેવામાં આવી છે. સરકારને અમે કહેવા માંગીએ છીએ કે આ સબસીડીમાં ઘટાડો નથી પરંતુ તમારી દાનતમાં ઘટાડો છે.

વધુમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરણ બારોટે જણાવ્યું હતું કે, જે યોજનાનો હેતુ ગરીબ અને મધ્યમ વર્ગની બહેનોના ઘરે ગેસ પહોંચાડવાનો હતો, એ હવે આ યોજનાનો એ હેતુ રહ્યો નથી. સરકાર હવે કહે છે કે લોકોને ફક્ત 4 સિલિન્ડરની જરૂરિયાત છે તો મારે સરકારને એ પણ સવાલ પૂછવો છે કે તમે ઓછો ગેસ આપશો તો શું એનો મતલબ એ છે કે તેમની જરૂરિયાત પણ ઓછી છે? હકીકતમાં આનો મતલબ એ છે કે આજે મોંઘવારી વધી છે પરંતુ લોકો ગેસ રીફીલ કરાવી શકતા નથી. સરકારને એ ખબર નથી કે જમીની હકીકત શું છે? જમીની હકીકતથી સરકાર વાકેફ નથી. મોંઘવારી આસમાને પહોંચી રહી છે અને સિલિન્ડરમાં વધારો કરવાની જગ્યાએ તમે ઘટાડો કરી રહ્યા છો. સરકાર જાહેરાતોમાં તો જીતી ગઈ પરંતુ જમીની હકીકતમાં હારી ગઈ છે તો સરકારે આ મુદ્દે ફરીથી વિચાર કરવો જોઈએ એવું અમારું માનવું છે.

Tags: આમ આદમી પાર્ટી AAP આમ આદમી પાર્ટી (AAP) DR KARAN BAROT aap news આમ આદમી પાર્ટી ગુજરાત ડો. કરન બારોટ

સંબંધિત સમાચાર