પ્રતિનિધિ દીપક રાવલ દાહોદ:- વરસાદની આગાહીના પગલે તાજેતરમાં પડી રહેલા વરસાદના કારણે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઉમરિયા ડેમમાં ઓફરફ્લો થતા આ ડેમની પૂર્ણ સપાટી ૨૮૫.૦૦ મીટરની છે. આજની તા.૧૬/૦૯/૨૦૨૩ના રોજ બપોરે ૨:૦૦ કલાકે આ ડેમની સપાટી ૨૮૫.૦૦ મીટરે પહોંચી છે. પાણીથી હાલ ભરેલો છે. અને પાણીની આવક વધવાની શકયતાએ હાલની સપાટી હાઈ એલર્ટ સ્ટેજના લેવલે થયેલ છે.
આ શક્યતાઓને ધ્યાને લઇને જિલ્લા કલેક્ટર શ્રી ડો હર્ષિત ગોસાવી અને ડિઝાસ્ટર શાખા મામલતદાર દ્વારા ડેમના હેઠવાસના લીમખેડા તાલુકાના અગારા, આંબા, પટવાણ, ચેડીયા, ઢઢેલા, કુણધા, નિનામના ખાખરીયા, વિસંલગા, પાડોળા મળી દશ ગામોને સાવચેતીના પગલે સબંધિત સ્થાનિક લોકો ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી, મામલતદાર, પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે તેમ મામલતદાર ડિઝાસ્ટરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.