(પ્રતિનિધિ કિશોર આર. સોલંકી) જાફરાબાદ: ગ્રામ્ય થી લઈને માર્ગો અતિ ભયજનક બિસ્માર માર્ગોના કારણે થતા અકસ્માતોથી અમૂલ્ય જિંદગી ઓ છીનવાઈ રહી હોય કોઈને કોઈ પડી નથી પેટ્રોલ ડીઝલ પર આકરો કરવેરો વસૂલ્યા બાદ પણ સરકાર માર્ગોની સુવિધા આપવામાં નિષ્ફળ જનતા જનાર્દન પાસેથી દરેક સ્તરે ટેક્સ લેવાનું શરૂ કરીને સુવિધા આપવામાં થતાં ઠાગાઠૈયા યોગ્ય નથી સત્તા ધારી પક્ષના આગેવાનો વિકાસ ની ગુલબાંગો બંધકરી ને માર્ગોની સમસ્યા દૂર કરવામાં ધ્યાન આપે તે જરૂરી છે.
જાફરાબાદ ચોકડીથી વાપરીયા રોડ કે જે ઉના રોડ ને જોડતો રોડ છે તે ઠેકઠેકાણે ખાડા ખબુસ્યા વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભરે પરે શાનીનો સામનો કરવો પડશે તેમજ આ રોડ મામલતદાર કચેરીને જોડતો રોડ ઉપર મોટો ખાડો છે પરંતુ પી. ડબલ્યુડી ને ધ્યાન ઉપર આવતું નથી ઠેર-ઠેર ખાડા પડવાથી મસમોટા કાંકરા વાહનો ની અવરજવર થવાથી વીલમાં કાંકરા ઉડી લોકો ઉપર આવતા કોઈ ગંભીર અકસ્માત થાય તો જવાબદારી કોની ? બાજુમાં સિનિયર સિટીઝન પાકૅ આવેલું હોય ત્યાં નાગરિકો અને નાના ભુલકાઓ સાંજ ના સમયે આવતા હોય છે. અને વાહનોની અવરજવર હોય ત્યાં મેન રોડ આવેલ હોય ને બાજુમાં મચમોટો ખાડો હોય આ રોડના કાંકરા કોઈ બાળક તથા મહિલાઓ તથા વૃધ્ધો શિકાર થઈ તે પહેલાં પી. ટબલ્યુડી ધ્યાન આપશે કે કોઈ નાગરિક નો ભોગ લેવાઈ ત્યારે ધ્યાન આપશે ? કે પછી હોતા હૈ ચલતા હૈ તેવું અપનાવવામાં આવશે.
દરેક સ્તરે ટેક્સ વસૂલી સરકાર દ્વારા જનતાને સારા માગૅની સુવિધા આપવામાં આવતી નથી કોઈ વાહન ચાલક પાસે લાયસન્સ પિયુષી કે વિમો હેલ્મેટ ન હોય તો દંડ વસૂલવામાં આવે તો માગૅ બિસ્માર હોય તો જવાબદાર વિભાગના અધિકારીઓને દંડ કરવા નું કેમ સરકાર કાંઈ વિચારતી નથી છાશવારે નાના મોટા અક્સ્માત થી ઈજા અને મુત્યુ ના બનાવો બને છે. મુત્યુ કેસમાં સદોષ માનવ વધ અને અકસ્માતમાં સદોષ હત્યાનો પ્રયાસ નો દાવો જરૂરી માગૅ બનાવવામાં જે કોઈ અધિકારી એજન્સી ની ભૂમિકા હોય તેની સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે.