(પ્રતિનિધિ સુશીલ પવાર)ડાંગ: સેકન્ડ ડીસ્ટ્રીક્ટ ચર્ચ ઓફ ધ બ્રધરેન એફ/૨૫૭ મુંબઈ દ્વારા આયોજિત જીલ્લા સભા સફળ રહી હતી. ૫૩ વર્ષોનાં લાંબા સમય બાદ સેકન્ડ ડીસ્ટ્રીક્ટ ચર્ચ ઓફ ધ બ્રધરેન એફ/૨૫૭ મુંબઈ દ્વારા આયોજિત જીલ્લા સભામાં ડહાણુ, પાલઘર, વાડા તથા આહવા-ડાંગના વિવિધ ગામો માંથી ખુબજ મોટીસંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ પ્રથમ વખત ચર્ચ ઓફ ધ બ્રધરેન મીશન ના ઈતિહાસ વિશે સાંભળીને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.
આવનારા દિવસોમાં ધી સેકન્ડ ડીસ્ટ્રીક્ટ ચર્ચ ઓફ બ્રધરેન એફ/૨૫૭ મુંબઈ સક્રિય રીતે કામગીરી કરશે તેવો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો તેમજ ટ્રસ્ટ અંતર્ગત આવતી મિલકતોની જાળવણી કરવા તથા ટ્રસ્ટ તરફથી મળતા લાભાર્થીઓ ના અધિકારોનું રક્ષણ કરવા માટે ડી/૧૫૯ મુંબઈ તથા એફ/૨૫૭ મુંબઈ ટ્રસ્ટમાં ફેરફાર રીપોર્ટ ભરવા નોમીનેશન લેવામાં આવ્યાં.
ઉપરોક્ત સભામાં અગાઉ સેકન્ડ ડીસ્ટ્રીક્ટ ચર્ચ ઓફ ધ બ્રધરેન એફ/૨૫૭ મુંબઈ સાથે રહીને સેવા આપીને મૃત્યુ પામેલા સેવાર્થી સેવકો તથા વડીલો ને યાદ કરીને બે મીનીટ નું મૌન પાળવામાં આવ્યું હતું. વધુમાં શુભાષ ભાઈ વાઘ દ્વારા જણાવ્યું હતું કે આયોજક તરીકે મીટીંગને સફળ બનાવવા દરેક ગામેથી આવેલ લોકો,સ્વયંસેવકો,પોલીસ અધિકારીઓ તથા પોલીસકર્મીઓ ના સાથસહકાર માટે આભાર વ્યકત કર્યો હતો.