મુખ્ય સામગ્રી પર જાઓ

VGGS-૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર ખાતે રાજ્યની વિવિધ કંપનીઓ સાથે કુલ રૂ. ૨૪,૭૦૭ કરોડના ૩૦ MOUs કરાયા

આગામી જાન્યુઆરી-૨૦૨૪માં ૧૦ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- VGGS યોજાવા જઈ રહી છે. VGGS ૨૦૨૪ના ભાગરૂપે આજે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને જળસંપતિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ સાથે ૩૦ MOUs સાઈન-એક્સચેન્જ કરવામાં આવ્યા હતા.

VGGS-૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર ખાતે રાજ્યની વિવિધ કંપનીઓ સાથે કુલ રૂ. ૨૪,૭૦૭ કરોડના ૩૦ MOUs કરાયા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી-૨૦૨૪માં ૧૦ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- VGGS યોજાવા જઈ રહી છે. VGGS ૨૦૨૪ના ભાગરૂપે આજે ગાંધીનગરખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને જળસંપતિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ સરકારના વિવિધ વિભાગો સાથે કુલ રૂ. ૨૪,૭૦૭ કરોડના ૩૦ MOUs સાઈન-એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. આ MOUsના અમલીકરણ થકી ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે ૩૮ હજારથી વધુ યુવાનોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉપલબ્ધ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે VGGS ૨૦૨૪ હેઠળ આજે સમજૂતી કરાર થયા તેમાં મુખ્યત્વે મિનરલ્સ બેઇઝ્ડ પ્રોજેક્ટ, શહેરી વિકાસ હેઠળ નવીન આવાસ-કોમર્શીયલ બિલ્ડીંગ, ટાઉનશિપ, કેમિકલ્સ-પેટ્રોકેમિકલ, ફાર્મા, જ્વેલેરી ઉત્પાદન, ગ્રીન-સોલાર એનર્જી, ટેકસટાઇલ અને એપરલ પાર્ક, એન્જિનિયરિંગ, ઓટો, એનિમલ હેલ્થકેર, ઇથેનોલ ઉત્પાદન, ઔદ્યોગિક પાર્ક, વોટર સપ્લાય અને સ્કીલ ડેવલપમેન્ટ વગેરે ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

આ MOUs સાઈનિંગ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્યસચિવ એસ. જે. હૈદર સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ તેમજ વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.

સંબંધિત સમાચાર