મુખ્ય સામગ્રી પર જાઓ

વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લામાં જનજાગૃતિ રેલી યોજાશે

વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના રાજપીપલામાં ૩૦ મે, ૨૦૨૬ના રોજ સવારે ૮ વાગ્યે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તમાકુના સેવનથી થતા આરોગ્ય અને પર્યાવરણના નુકસાન વિશે લોકોને જાગૃત કરવા માટે યોજાતી આ રેલી જૂની સિવિલ હોસ્પિટલથી શરૂ થશે. વધુ વિગતો અહીં વાંચો.

વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લામાં જનજાગૃતિ રેલી યોજાશે

રાજપીપલા :  દર વર્ષે ૩૧ મેના રોજ ઉજવાતા ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ નિમિત્તે નર્મદા જિલ્લા કક્ષાએ તા. ૩૦/૦૫/૨૦૨૬ ના રોજ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તમાકુના સેવનથી થતા આરોગ્યલક્ષી દૂષ્પરિણામો અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો તેમજ તમાકુના ઉપયોગને ઘટાડવા માટે અસરકારક પગલાં અને નીતિઓને પ્રોત્સાહન આપવાનો છે. 

સાથે સાથે તમાકુની ખેતી, ઉત્પાદન, વિતરણ અને ઉપયોગથી પર્યાવરણ તથા આરોગ્ય પર પડતી નકારાત્મક અસરો અંગે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવશે.

 

આ જનજાગૃતિ રેલી તા. ૩૦ મે, ૨૦૨૬ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે વેલનેસ સેન્ટર સહ અર્બન હેલ્થ પોલીક્લિનિક, જૂની સિવિલ હોસ્પિટલથી પ્રસ્થાન કરશે અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે પૂર્ણ થશે.

Tags: વિશ્વ તમાકુ નિષેધ દિવસ World No Tobacco Day 2026 Rajpipla awareness rally Anti-tobacco campaign Gujarat Health awareness rally Rajpipla

સંબંધિત સમાચાર