મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

VMC ચૂંટણી ૨૦૨૬: ફરજ સાથે નાગરિક ધર્મ, હજારો કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા આપ્યો મત

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ પૂર્વે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે વિશેષ મતદાન વ્યવસ્થા કરવામાં આવી હતી. ૨૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાયેલા આ મતદાનમાં વોર્ડ નંબર ૧ થી ૧૯ ના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

VMC ચૂંટણી ૨૦૨૬: ફરજ સાથે નાગરિક ધર્મ, હજારો કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા આપ્યો મત

વડોદરા :  આગામી તારીખ ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી અન્વયે, ચૂંટણી પ્રક્રિયામાં સીધી કે આડકતરી રીતે રોકાયેલા કર્મચારીઓ પોતાના મતાધિકારનો સુગમતાપૂર્વક ઉપયોગ કરી શકે તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જે કર્મચારીઓએ અગાઉથી ટપાલ દ્વારા મતદાન કરવા માટે અરજી કરી હતી અને જેમને નિયત પ્રક્રિયા મુજબ ઘરના સરનામે મતપત્ર પ્રાપ્ત થયા હતા, તેવા કર્મચારીઓ માટે આજ રોજ પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે વિશેષ ફેસીલીટેશન સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા હતા.

આ ફેસીલીટેશન સેન્ટરો ખાતે સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી. વહીવટી સરળતા અને સુચારૂ વ્યવસ્થાના ભાગરૂપે વોર્ડ નંબર ૧ થી ૧૨ ના કર્મચારીઓ માટે પોલીસ તાલીમ કેન્દ્ર, પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર અને વોર્ડ નંબર ૧૩ થી ૧૯ ના કર્મચારીઓ માટે આંગણવાડી કેન્દ્ર, પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી.

ચૂંટણી ફરજ જેવી મહત્વની કામગીરીમાં વ્યસ્ત રહેનારા કર્મચારીઓએ આ સુવિધાનો મહત્તમ લાભ લઈ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલી આ વ્યવસ્થાના લાભ થકી કર્મચારીઓ ફરજની સાથે સાથે લોકશાહીના પર્વમાં પણ પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી હતી.

fashion

સંબંધિત સમાચાર

travel