પ્રતિનિધિ સુશીલ પવાર, ડાંગ: ગણેશોત્સવ પર્વ નિમિત્તે તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વઘઈ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી..પ્રાપ્ત વિગતો અનુસાર આવનાર ગણેશોત્સવ પર્વને લઈને વઘઈ પોલીસ મથકે ગામના આગેવાનો અને અલગ અલગ ગણેશ મંડળ આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.આ પ્રસંગે પી.આઇ. ડી. ડી.પરમાર અને પી.એસ.આઇ.પી.બી.ચૌધરી ની વિશેષ ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.જેમાં પોલીસે ગણેશોત્સવનો તહેવાર આવતો હોવાથી શાંતિપ્રિય માહોલમાં ઉજવણી કરવામાં આવે તેવી અપીલ કરી હતી.
ગણેશોત્સવ દરમિયાન ગણપતિ સ્થાપના માટે પરવાનગી કેવી રીતે લેવી ? ગણેશ સ્થાપના સમયે કઈ કઈ તકેદારી રાખવી વગેરે મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી.તેમજ ગણેશજીની પીઓપી ની મૂર્તિ નો સ્થાપક નહીં કરી માટેની મૂર્તિની સ્થાપના કરવા માટે સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં ગણેશ મંડળ આયોજકોને વઘઈ પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી હતી.