મુખ્ય સામગ્રી પર જાઓ

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર એ ભુજ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું

પશ્ચિમ રેલવે ના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર એ અમદાવાદ મંડળ ના ભુજ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસના કામોની સમીક્ષા કરી હતી.

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર એ ભુજ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું

જનરલ મેનેજર મિશ્ર એ ભુજ રેલવે સ્ટેશન પર નિર્માણાધીન બિલ્ડીંગ, સરકુલેટિંગ એરિયા, પ્લેટફોર્મ, ફૂટ ઓવર બ્રિજ અને અન્ય મુસાફરોની સુવિધાઓનું સઘન નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન, તેમણે સ્ટેશન પર પ્લેટફોર્મ 1-3 અને ફૂટ ઓવર બ્રિજ (એફઓબી નું નિરીક્ષણ કર્યું. સ્ટેશન પર ચાલી રહેલા કામોની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેને સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ દરમિયાન તેમણે રેલવે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે બેઠક યોજી હતી અને રિડેવલપમેન્ટના કામને ઝડપી બનાવવા અને સમયસર પૂર્ણ કરવા સૂચનાઓ પણ આપી હતી.

આ દરમિયાન જનરલ મેનેજર ની સાથે એઆરએમ ગાંધીધામ, શ્રી આશિષ ધાનિયા સહિત અન્ય રેલવે અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર