ગુજરાત
3687 लेख
પ્રવીણ રામની વિજય વિશ્વાસ સભા: "ભાજપના ગુંડારાજને ઉખેડી ફેંકો", જૂનાગઢમાં હુંકાર
પ્રવીણ રામની વિજય વિશ્વાસ સભામાં ગર્જના: "૭૦૦ સીટો બિનહરીફ કરી ભાજપે લોકશાહીનું ગળું ટૂંપ્યું". પરિવર્તન માટે AAP ને જીતાડવા હાકલ. વાંચો
ગુજરાત પોલીસનો મોટો સપાટો: ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલા વધુ 5 રીઢા આરોપીઓ જેલના સળિયા પાછળ
ગુજરાત સરકારે નશીલા પદાર્થો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવતા વધુ પાંચ રીઢા આરોપીઓની PIT NDPS Act હેઠળ અટકાયત કરી છે. DGP (CID Crime) ડૉ. કે.એલ.એન. રાવના આદેશથી રાજકોટ, બનાસકાંઠા, નવસારી, જુનાગઢ અને અરવલ્લીમાં આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 'માહિતીનો અધિકાર- બે દાયકાની સફર' પુસ્તકનું ભવ્ય વિમોચન
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદ ગુજસેલ ખાતે "માહિતીનો અધિકાર- બે દાયકાની સફર" પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. માહિતી અધિકાર અધિનિયમ (RTI Act), ૨૦૦૫ ના ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત માહિતી આયોગ દ્વારા આ વિશેષ ઇન-હાઉસ પ્રકાશન તૈયાર કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં જૂનમાં ‘AVC મેન્સ કપ–2026’ વોલીબૉલ ટૂર્નામેન્ટ યોજાશે
અમદાવાદના નારણપુરામાં ૨૦ થી ૨૮ જૂન દરમિયાન એશિયાઈ સ્તરની ‘AVC મેન્સ કપ-2026’ વોલીબૉલ ટૂર્નામેન્ટ યોજાશે. ભારત સહિત ૧૨ દેશોની ટીમો ભાગ લેશે.
વન વિભાગની ચિંતન શિબિરનું સમાપન: ગ્રીન કવર વધારવા મુખ્યમંત્રીનો મંત્ર
ગાંધીનગરમાં વન વિભાગની ચિંતન શિબિરનું સમાપન થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્નોલોજી અને જનભાગીદારી દ્વારા રાજ્યનું ગ્રીન કવર વધારવા પર ભાર મૂક્યો હતો.
ગાંધીનગરમાં ‘MY Bharat Budget Quest 2026’નું ગ્રાન્ડ ફિનાલે યોજાશે
ગાંધીનગરના ટાઉન હોલ ખાતે 12-13 એપ્રિલ દરમિયાન ‘MY Bharat Budget Quest 2026’નું ભવ્ય ફિનાલે યોજાશે. 15,000 થી વધુ યુવાનો નીતિ નિર્માણ પર ચર્ચા કરશે.
રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026: 'આપ' આપશે ભાજપને ટક્કર
રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026 માં 'આપ' 7% વધુ મત મેળવશે તો ભાજપ-કોંગ્રેસના સમીકરણો બદલાશે. જાણો ગત ચૂંટણીના ચોંકાવનારા આંકડા અને વિશ્લેષણ.
અમદાવાદ સિવિલમાં માનવતાનું નવું સરનામું: ₹60 કરોડના ખર્ચે તૈયાર થયું 858 બેડનું ભવ્ય 'રેનબસેરા'
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકાર દ્વારા ₹60 કરોડના ખર્ચે અત્યાધુનિક 'રેનબસેરા' તૈયાર કરવામાં આવ્યું છે. 24,436 ચો.મી.માં ફેલાયેલા આ 8 માળના ભવનમાં 858 બેડની ક્ષમતા છે, જે દર્દીઓના સગા-સંબંધીઓને રહેવા માટે સુરક્ષિત આશરો પૂરો પાડશે. અહીં 280 લોકોની ક્ષમતા ધરાવતી કેન્ટીન, આધુનિક રસોડું, બેંક ATM, લોકર રૂમ અને પાર્કિંગ જેવી હાઈટેક સુવિધાઓ ઉપલબ્ધ છે.
CM ભૂપેન્દ્ર પટેલનો ઉદારતમ અભિગમ: રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં રજૂઆતોનો ન્યાયિક ઉકેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માર્ચ-2026ના 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમમાં 'નાગરિક દેવો ભવઃ'ના અભિગમ સાથે જનતાની સમસ્યાઓ સાંભળી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએ 100 થી વધુ, જિલ્લા કક્ષાએ 1218 અને તાલુકા કક્ષાએ 2294 રજૂઆતો પર યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ વૃદ્ધ માતાને પડતી હેરાનગતિ રોકવા, દાંતીવાડા યુનિવર્સિટીમાં બાળકો માટે શાળાનું બાંધકામ કરવા અને ખેડૂતોના જમીન સંપાદન તથા ખેતીના પ્રશ્નો ઉકેલવા વહીવટી તંત્રને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે.
ગાંધીનગર રેલવે સ્ટેશન પર સિવિલ ડિફેન્સના જવાનોના શૌર્યના દર્શન: વાર્ષિક દિવસની ભવ્ય ઉજવણી
અમદાવાદ રેલવે મંડળની નાગરિક સુરક્ષા વિંગ દ્વારા ૨૦ માર્ચ, ૨૦૨૬ના રોજ ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન ખાતે "સિવિલ ડિફેન્સ એન્યુઅલ ડે" ની શાનદાર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી ઉમેશ પ્રસાદે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 2 દાયકામાં ગુજરાત બન્યું નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ શહેરી વિકાસના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2005ને શહેરી વર્ષ જાહેર કર્યું હતું, અને તે વર્ષ દરમિયાન શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ગુજરાતની આ શહેરી વિકાસયાત્રાને 2025માં 20 વર્ષ પૂર્ણ થયા અને આ 20 વર્ષો દરમિયાન ગુજરાત નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી બન્યું.&nb
અમરેલીમાં આપની ભવ્ય સભા યોજાઈ; સ્થાનિક ચૂંટણીના ઉમેદવાર જાહેર
ગુજરાત સ્થાનિક ચૂંટણી 2026 ઉમેદવાર યાદી જાહેર: અમરેલીમાં કેજરીવાલની સભા.
આપ દ્વારા ગુજરાત સ્થાનિક ચૂંટણી 2026ના ઉમેદવારોની યાદી જાહેર
ગુજરાત સ્થાનિક ચૂંટણી 2026 ઉમેદવાર યાદી જાહેર થતા કાર્યકરોમાં ઉત્સાહ.
કાલાવડના અગ્રણી નાનજીભાઈ ચોવટીયા AAP માં જોડાયા: ગોપાલ ઇટાલિયા
જામનગરના કાલાવડના લોકપ્રિય આગેવાન નાનજીભાઈ ચોવટીયા અને તેમની ટીમ આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે. આ પ્રસંગે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકારમાં ધારાસભ્યોના સન્માન અને ખેડૂતોની સ્થિતિ અંગે સવાલો ઉઠાવ્યા.
પોલીસનો દુરુપયોગ કરી AAP કાર્યકર્તાઓને ડરાવવાનું સંગઠિત ષડયંત્ર: ગોપાલ ઇટાલિયા
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડ અને પોલીસ દ્વારા થતી હેરાનગતિ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
સાંતલપુરને અલગ તાલુકો બનાવો: AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં સાંતલપુર તાલુકાની કચેરીઓ વારાહીમાં હોવાને કારણે લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવ્યો અને સાંતલપુરને અલગ તાલુકો જાહેર કરવા માંગ કરી છે.
સુરતમાં શ્રમિકોનું પલાયન: ફૂડ વિતરણ કરવા ગયેલા AAP નેતાઓની અટકાયત; ભાજપ પર 'તાનાશાહી'નો આક્ષેપ
મિડલ ઇસ્ટ યુદ્ધને કારણે ગુજરાતમાં સર્જાયેલી ગેસ કટોકટી વચ્ચે સુરતથી પલાયન કરી રહેલા શ્રમિકોને ભોજન આપવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી.
જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે.
ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.